Home /News /kutchh-saurastra /આઈ-ખેડૂત પોર્ટલ પર એક વર્ષમાં સરકારને કેટલી અરજી મળી, જાણો ખેડૂતો માટે બજેટની જોગવાઈઓ

આઈ-ખેડૂત પોર્ટલ પર એક વર્ષમાં સરકારને કેટલી અરજી મળી, જાણો ખેડૂતો માટે બજેટની જોગવાઈઓ

આઈ-ખેડૂત પોર્ટલ પર એક વર્ષમાં સરકારને કેટલી અરજી મળી, જાણો ખેડૂતો માટે બજેટની જો

જામનગર: કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગની બજેટ માંગણીઓ અંગે વિધાનસભામાં ચર્ચા દરમ્યાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેટલીક મહત્વની માહિતી જણાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે બાગાયતી ખેતી દ્વારા નાણાંકીય વર્ષ 2022-23 માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 77

વધુ જુઓ ...
    જામનગર: કૃષિ(Agricultural), ખેડુત(Farmer) કલ્યાણ અને સહકાર વિભાગની બજેટ (Budget)માંગણીઓ અંગે વિધાનસભા(Assembly)માં ચર્ચા દરમ્યાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel)કેટલીક મહત્વની માહિતી જણાવી હતી. (Jamnagar)જેમાં તેઓએ જણાવ્યું કે બાગાયતી ખેતી દ્વારા નાણાંકીય વર્ષ 2022-23 માટે કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 7737 કરોડ બજેટ જોગવાઇ સુચવવામાં આવી છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓના સુભગ સમન્વયના કારણે વર્ષ 2004-05માં ગુજરાતનું કૃષિક્ષેત્રનું એકંદર ઉત્પાદન રૂપિયા 26,746 કરોડ હતું, તે વધીને વર્ષ 2020-21માં રૂપિયા 2.05 લાખ કરોડ ઉ૫ર ૫હોંચ્યું છે. આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા વિભાગની તમામ યોજનાઓનો પારદર્શક રીતે અમલ કરવામાં આવે છે.

    રાઘવજી પટેલે જણાવ્યું કે આઈ-ખેડૂત પોર્ટલ પર વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૭.૧૩ લાખ અરજીઓ મળી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત રાજયમાં છેલ્લા બે વર્ષમાં બે લાખથી વધારે ખેડુતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવ્યા છે. “દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના” અંતર્ગત વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે “ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ” ની રચના હેતુ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે.

    આ પણ વાંચો: આજથી 3 એપ્રિલ સુધી છે હિટવેવની આગાહી, સાચવજો આ વિસ્તારોમાં અપાયું છે યલો એલર્ટ

    રાજ્ય સરકાર વર્ષ 2022-23 માટે ખેડુતલક્ષી કેટલીક નવી યોજનાઓ શરૂ કરવા જઇ રહી છે. જે અંતર્ગત “સનેડો” કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના“મેક ઈન ઈન્ડીયા” અને “વોકલ ફોર લોકલ” ના મીશનને બળ આપવા ટ્રેક્ટરના સ્થાને ઉપયોગી થાય તેવા “સનેડો”-કૃષિ સાધનની ખરીદીમાં અંદાજિત 4000 ખેડૂતોને રૂ. 25,000 સુધીની સહાય આપવા રૂ. 10 કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીંગતેલના ભાવમાં પણ ભડકો
    " isDesktop="true" id="1194404" >

    વર્ષ 2021-22માં ખેડૂતોને સ્માર્ટફોન પર સહાય આપવા રૂપિયા 15.00 કરોડની જોગવાઇ કરવામાં આવી. સ્માર્ટફોનની ખરીદી પર 40 ટકા લેખે મહત્તમ 6000ની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિનામૂલ્યે આપવા માટે વર્ષ 2022-23માં રૂપિયા 54 કરોડની જોગવાઇ કરેલ છે. સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા રૂ. 100 કરોડની જોગવાઇ કરેલ છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. 231 કરોડની જોગવાઇ કરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन
    विज्ञापन