Home /News /kutchh-saurastra /

શૂન્યમાંથી સર્જન કરનાર આ ગુજરાતી મહિલાએ ખાખરાનો ગૃહ ઉદ્યોગ કરી 25 મહિલાઓને કરી પગભર, જુઓ Video

શૂન્યમાંથી સર્જન કરનાર આ ગુજરાતી મહિલાએ ખાખરાનો ગૃહ ઉદ્યોગ કરી 25 મહિલાઓને કરી પગભર, જુઓ Video

બીજલબેનના લીધે અમારા બાળકો ઈંગ્લીસ મીડીયમમાં ભણે છે

'બીજલબેનના લીધે અમારા બાળકો ઈંગ્લીસ મીડીયમમાં ભણે છે' શૂન્યમાંથી સર્જન કરનાર આ બ

જામનગર(Jamnagar)માં રહેતા બીજલબા જાડેજા(Bijalben jadeja), જેઓ ખાખરા(Khakhra)નો ગૃહ ઉદ્યોગ (home business)ચલાવી રહ્યા છે, એટલું જ નહીં તેમની સાથે આજે 25 મહિલાઓ કામ કરી પગભર બની છે. બીજલબેને શૂન્યમાંથી શરૂઆત કરી હતી,

    સંજય વાઘેલા, જામનગર: કહેવાય છે કે નારી તું નારાયણી, ભારત(India)ની મહિલા(women) જરૂર પડ્યે દેશ માટે હથિયાર પણ ઉપાડી શકે છે અને જરૂર પડ્યે પગભર બની પરિવાર(Family)ની જવાબદારી પણ ઉપાડી શકે છે. આવી જ એક મહિલા છે જામનગર(Jamnagar)માં રહેતા બીજલબા જાડેજા(Bijalben jadeja), જેઓ ખાખરા(Khakhra)નો ગૃહ ઉદ્યોગ (home business)ચલાવી રહ્યા છે, એટલું જ નહીં તેમની સાથે આજે 25 મહિલાઓ કામ કરી પગભર બની છે. બીજલબેને શૂન્યમાંથી શરૂઆત કરી હતી, આજે સફરતા (Success)મેળવી છે. તેમને ત્યાં કામ કરતી મહિલાઓનું કહેવું છે કે બીજલબેનના કારણે અમારા બાળકો ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરે છે.



    બીજલબેને કહ્યું કે તેમની સફળતા પાછળ તેમના સાસુ, પતિ અને બહેનનો હાથ છે. શરૂઆતમાં પરિવારના ત્રણ સભ્યોએ સાથે મળી કરી હતી, ધીમે ધીમે બિઝનેસ સારો ચાલવા લાગ્યો અને આજે તેમને ત્યાં 25 મહિલાઓ જોડાઈ અને આર્થિક રીતે પગભર બની છે. બીજલબેનના પતિનું કહેવું છે કે તેઓએ 10 વર્ષ પહેલા શરૂઆત કરી હતી આજે તેમના ખાખરા સુરત, કચ્છ, ચેન્નાઇ સહીત અનેક શહેરોમાં એક્સપોર્ટ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર