Home /News /kutchh-saurastra /

આ જાણીતી લક્ઝુરિયસ હોટેલમાં બહાર પડી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

આ જાણીતી લક્ઝુરિયસ હોટેલમાં બહાર પડી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

આ જાણીતી લક્ઝુરિયસ હોટેલમાં બહાર પડી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતી આર્યા લોર્ડ્સ (Lords)ક્લબ એન્ડ રિસોર્ટનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે. આર્યા લોર્ડ્સ ક્લબ અને રિસોર્ટમાં હાલ કેટલીક જગ્યાઓ પર ભરતી (Jobs)કરવામાં આવી રહી છે,

    સંજય વાઘેલા, જામનગરઃ ગુજરાત (Gujarat)માં લગભગ તમામ જિલ્લાઓમાં અનેક એવા ટૂરિસ્ટ (Tourist)સ્થળો છે જ્યાં એકવાર તો મુલાકાત લેવી જ જોઇએ. મોટાભાગના ગુજરાતના પ્રવાસન સ્થળો પર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશના નાગરિકો રજાનો આનંદ માણવા આવતાં રહે છે. આટલા મોટા પ્રમાણમાં ટૂરિસ્ટ આવે એટલે સ્થાનિક ટૂરિઝમ વ્યવસાયનો વિકાસ થાય એ સ્વાભાવિક છે. એટલું જ નહીં સ્થાનિક લોકો માટે રોજગારી(employment)ની વિપુલ તકો પણ સર્જાય છે. આવો જ એક વ્યવસાય છે હોટેલ-રેસ્ટોરન્ટનો. હોટેલ ક્ષેત્રે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતી આર્યા લોર્ડ્સ (Lords)ક્લબ એન્ડ રિસોર્ટનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ફેલાયેલું છે. આર્યા લોર્ડ્સ ક્લબ અને રિસોર્ટમાં હાલ કેટલીક જગ્યાઓ પર ભરતી (Jobs)કરવામાં આવી રહી છે, આ જાણીતી હોટેલમાં કામ કરવાથી યુવક-યુવતીઓને સારો પગાર પણ મળી શકે છે.

    ક્યા ક્યા પદ પર બહાર પડી ભરતી ?

    - સેલ્સ એસોસિએટ્સ માટે કુલ 3 જગ્યાની વેકેન્સી છે.
    - બેન્ક્વેટ મેનેજરના પદ માટે કુલ 1 વેકેન્સી છે.
    - HR મેનેજરના પદ માટે કુલ 1 જગ્યા ખાલી છે.
    - આસિસ્ટન્ટ ઓફ GM માટે કુલ 1 જગ્યા ખાલી છે.

    આર્યા લોર્ડ્સ ક્લબ એન્ડ રિસોર્ટમાં ઉપર જણાવેલી ભરતી માટે હોટેલ અને ક્લબ ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, આ સિવાય જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છે છે તેઓએ મોબાઇલ નંબર - 9726177690 પર સંપર્ક સાધવાનો રહેશે. આ સિવાય નીચે આપેલી લિંક પર ફોર્મ સબમિટ કરી શકો છો. https://forms.gle/p22SoMfFwpETJYCc6
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, Jobs news, જામનગર, નોકરી

    આગામી સમાચાર