Jamnagar: જાણીતા જ્વેલર્સ શોરૂમમાં નોકરી કરવાની ઉત્તમ તક, આટલો મળશે પગાર, આ રીતે કરો અરજી
Jamnagar: જાણીતા જ્વેલર્સ શોરૂમમાં નોકરી કરવાની ઉત્તમ તક, આટલો મળશે પગાર, આ રીતે કરો અરજી
જાણીતા જ્વેલર્સ શોરૂમમાં નોકરી કરવાની ઉત્તમ તક, જાણો સમગ્ર વિગત
આજના કોરોનાકાળમાં સૌથી વધુ અસર જો કોઇને થઇ હોય તો એ છે વેપાર-ધંધાને. વેપાર ઉદ્યોગોમાં મંદીનો માહોલ સર્જાતા તેની આડકતરી રીતે અસર રોજગારી પર થઇ. આજના યુવાનો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે.
રાજકોટઃ આજના કોરોનાકાળમાં સૌથી વધુ અસર જો કોઇને થઇ હોય તો એ છે વેપાર-ધંધાને. વેપાર ઉદ્યોગોમાં મંદીનો માહોલ સર્જાતા તેની આડકતરી રીતે અસર રોજગારી પર થઇ. આજના યુવાનો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. જો કે સરકારી નોકરી સિવાય ખાનગી કંપનીમાં નોકરી કરી સારો પગાર મેળવી શકાય છે. ખાનગી કંપનીઓમાં વિપુલ પ્રમાણમાં નોકરીની તકો આવે છે. આવી જ એક તક જાણીતા તનિષ્ક જ્વેલર્સ શો રૂમના રાજકોટ બ્રાંચમાં ઉભી થઇ છે. આ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકોની નોકરી માટે પસંદગી કરવામાં આવશે તેઓને કોઇ સમય મર્યાદા નથી, લોન્ગ ટર્મ માટે ભરતી કરવાની છે.
તનિષ્ક જ્વેલર્સના રાજકોટ બ્રાંચ માટે કેશિયરના પદ માટે અરજી કરનારા ઉમેદવાર પાસે ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તો ટેલિકોલરના પદ માટે પણ ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ સિવાય કાઉન્ટર સેલ્સ, એકાઉન્ટ આસિસ્ટન્ટના પદ માટે પણ બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
તનિષ્ક જ્વેલર્સના રાજકોટ બ્રાંચ તરફથી જણાવવામાં આવ્યું છે કે ઉપર જણાવવામાં આવેલા પદ માટે માત્ર ફિમેલ ઉમેદવાર જ અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારે પોતાના અપડેટ કરેલો બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝ ફોટો લઇને તનિષ્ક જ્વેલર્સના રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલા શોરૂમ ખાતે રૂબરૂ પહોંચવાનું રહેશે. આ સિવાય mgrraj@titan.co.in પર રિઝ્યુમ સેન્ડ કરી શકો છો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર