Home /News /kutchh-saurastra /

કાચું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની કમ્પ્યુટરની પરીક્ષા, જાણો નિયમથી લઈને બધું જ જે તમારે જાણવું જોઈએ

કાચું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની કમ્પ્યુટરની પરીક્ષા, જાણો નિયમથી લઈને બધું જ જે તમારે જાણવું જોઈએ

કાચું લાયસન્સ મેળવવાં કેવી હોઈ છે કમ્પ્યુટરની પરીક્ષા, જાણો નિયમથી લઈને બધું જ જ

પાક્કા લાયસન્સ પહેલા કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ એટલે કે તમેં હાલ વાહન શીખી રહ્યા છો, આ દરમ?

    જામનગર: દિવસેને દિવસે હવે rastao પર વાહનોમાં વધારો થઇ રહ્યો છે. ભાગ્યે જ કોઈ ઘર એવુ હશે જ્યાં કોઈ વાહન નહીં હોઈ, પરંતુ વાહન ચલાવવા માટે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે. લાયસન્સ વગર જો તમે વાહન ચલાવતા પકડાવ કે અકસ્માત સર્જાય તો તમને જેલ સહીતની સજા થઇ શકે છે. પાક્કા લાયસન્સ પહેલા કાચું લાયસન્સ એટલે કે લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. લર્નિંગ લાયસન્સ એટલે કે તમેં હાલ વાહન શીખી રહ્યા છો, આ દરમ્યાન તમારાથી કોઈ ભુલ થાય તો કોઈ શિક્ષાત્મક પગલાં લઇ શકાતા નથી.

    જો કે કાચું લાયસન્સ મેળવવાં માટે RTO માં અરજી કરવાની રહે છે અને ત્યારબાદ તમારે એક કમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી પડશે અને આ કમ્પ્યુટર પરીક્ષા પાસ કર્યા બાદ જ તમને લર્નિંગ લાયસન્સ મળશે. આ લર્નિંગ લાયસન્સની અવધિ 6 મહિનાની હોઈ છે. આ છ મહિનામાં તમારે પાક્કા લાયસન્સ માટેની પ્રક્રિયા પુર્ણ કરવી પડશે, એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી ફરજીયાત છે. જો એવું ન કર્યું તો તમારું લર્નિંગ લાયસન્સ રદ થઇ જશે અને તમારે ફરીથી કમ્પ્યુટર પરીક્ષા આપવી પડશે.

    લર્નિંગ લાયસન્સ માટે શું છે નિયમો ?

    - સૌ પ્રથમ લર્નિંગ લાયસન્સ માટે તમારે RTO માં ઓનલાઇન અરજી કરવાની રહેશે, અરજી કર્યા બાદ તમેં તમારી અનુકૂળતા પ્રમાણેની કમ્પ્યુટર પરીક્ષાની અપોઇમેન્ટ લેવાની રહેશે.

    - અપોઇમેન્ટ લીધા બાદ તમારે RTO ની કમ્પ્યુટર પરીક્ષાના પ્રશ્ન જે કુલ 431 છે તેની તૈયારી કરવાની રહેશે, આ પ્રશ્નો તમને ઓનલાઇન પણ મળી રહશે.

    - કમ્પ્યુટરની પરીક્ષામાં જનરલ સવાલો હશે, જેવા કે આપણે દરરોજ રસ્તા પર જે ટ્રાફિક સિગ્નલ જોઈએ એજ હોઈ છે. ઉદાહરણ તરીકે આ સિમ્બોલ શું દર્શાવે છે.

    - પ્રશ્નની સાથે ત્રણ ઓપ્શન પણ આપવામાં આવે છે, જેમાંથી તમારે કોઈ પણ એક જવાબ પર ક્લીક કરવાનું રહેશે.

    - RTO ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો પૂછશે જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા ફરજીયાત છે.

    - ખાસ વાત યાદ રાખજો કે દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે તમને 45 સેકન્ડનો જ સમય આપવામાં આવે છે. જો તમેં 45 સેકન્ડથી વધુ સમય લગાડશો તો તમારો જવાબ ખોટો ગણાશે.

    - ઉમેદવારે કમ્પ્યુટર પરીક્ષાના એક કલાક પહેલા અવશ્ય પહોંચી જવાનુ રહેશે.

    - કમ્પ્યુટર પરીક્ષા આપવા જતી વખતે તમારું ID પ્રૂફ જરૂર સાથે રાખવું, જેમ કે આધાર કાર્ડ વગેરે.

    - RTO ની કોમ્પ્યુટર પરીક્ષામાં જો તમારા 11 પ્રશ્નના જવાબ સાચા પડ્યા તો તુરંત તમારું પરિણામ આવી જશે અને તમને ત્યાં જ લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે.

    - તમારું લર્નિંગ લાયસન્સ બની ગયાં બાદ તમારે 6 મહિનાની અંદર વાહન શીખી RTO માં જઈને પાક્કા લાયસન્સ માટેની ટ્રાયલ આપવાની રહેશે. જો એવુ ન કર્યું તો તમારું લર્નિંગ લાયસન્સ રદ થશે અને તમારે ફરીથી નવેસથી અરજી કરી કમ્પ્યુટર પરીક્ષા આપવાની રહેશે.

    - આ સિવાય પણ જો તમને કોઈ મૂંઝવણ હોઈ તો RTO ની રૂબરૂ અથવા ઓનલાઇન વેબસાઈટની મુલાકાત લઈને તમામ નિયમો વાંચી લેવા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jamnagar News, License Exams, Local News, RTO Exam

    આગામી સમાચાર