Home /News /kutchh-saurastra /10 પાસ વ્યક્તિ માટે જામનગર જિલ્લામાં નોકરીની સુવર્ણ તક, જાણો કઈ જગ્યા અને કેવી રીતે કરવી અરજી

10 પાસ વ્યક્તિ માટે જામનગર જિલ્લામાં નોકરીની સુવર્ણ તક, જાણો કઈ જગ્યા અને કેવી રીતે કરવી અરજી

પ્રતિકાત્મક તસવીર

જામનગરના ઉમેદવારો માટે એક સરસ જગ્યાએ નોકરીની તક ઉભી થઇ છે, જેમાં જામનગર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોયા મદદનીશની નિમણૂંક કરવા અરજીઓ મંગાવવામાં આવી. આ જગ્યાઓ માટે શું લાયકાત, કેટલી જગ્યા, વગેરે વિશે સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  સંજય વાઘેલા, જામનગર: આજના સ્પર્ધાત્મક યુગમાં સરકારી નોકરી મળવી ખુબ જ મુશ્કેલ છે, જયારે પણ કોઈ સરકારી નોકરી બહાર પડે કે તુરંત તેમાં એક લાખથી વધુ ફોર્મ ભરાઈ જતા હોઈ છે, તેના પરથી અંદાજ લગાવી શકાય કે નોકરીની કેટલી જરૂર છે, જો કે જામનગરના ઉમેદવારો માટે એક સરસ જગ્યાએ નોકરીની તક ઉભી થઇ છે, જેમાં જામનગર તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોયા મદદનીશની નિમણૂંક કરવા અરજીઓ મંગાવવામાં આવી. આ જગ્યાઓ માટે શું લાયકાત, કેટલી જગ્યા, વગેરે વિશે સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

  ક્યા અને કઈ જગ્યા માટે મંગાવવામાં આવી અરજી ?

  જામનગર તાલુકા(ગ્રામ્ય)માં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળના વાગડીયા પ્રા.શાળા, વાણીયાગામ પ્રા.શાળા, નાઘુના પ્રા.શાળા, વુલનમીલ હિન્દી પ્રા.શાળા, મસીતીયા પ્રા.શાળા, નાની લાખાણી પ્રા.શાળા, રાંદલનગર પ્રા.શાળા, મતવા પ્રા.શાળા, સેન્ચયુરી કેમીકલ્સ પ્રા.શાળા, ખીમરાણા પ્રા.શાળા, રામપર પ્રા.શાળા, ધુંવાવ વાડી. શાળા, NGO સંચાલિત મધ્યાહન ભોજન કેન્દ્રો સરમત વાડી શાળા, શાપર કન્યા પ્રા.શાળા, ગાગવા પ્રા.શાળા, બાલભંડી પ્રા.શાળા, નાઘેડીખાણ પ્રા.શાળામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી કેન્દ્ર સંચાલક કમ કુક, રસોયા, મદદનીશની વિવિધ જગ્યાઓ પર નિમણુંક કરવાની થાય છે.

  અરજી કરવા માટે જરૂરી લાયકાત

  આ યોજનામાં સંચાલક તરીકે નિમણુક વ્યક્તિ એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ, અને તે ગામની વતની હોવી જોઇએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-7 પાસ કરનાર અન્ય વ્યક્તિને સંચાલકની જગ્યાએ નીમી શકાશે. લઘુતમ વયમર્યાદા 20 વર્ષથી મહતમ વયમર્યાદા 60 વર્ષની લાયકાત ધરાવતા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવેલ છે. તથા ગામડાની વિધવા, ત્યકતા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે.

  આ પણ વાંચો: AAPએ BJPનું કર્યું એપ્રિલફુલ! BJPમાં જોડાયેલા વધુ એક કોર્પોરેટરની AAPમાં ઘરવાપસી

  કેવી રીતે કરવી અરજી ?

  આ અંગે સરકારના નિયમો અનુસાર નિયત થયેલ ધોરણ મુજબ માસીક માનદવેતન ચુકવવામાં આવશે. તો નિયત ફોર્મ પ્રસિધ્ધીની તારીખ 22-04-2022 સુધીમાં રજા સિવાયના દિવસોએ સવારના 11 થી 18 કલાક દરમ્યાન મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય), શરુસેકસન રોડ પોલીસ હેડ કવાર્ટર ની બાજુમાં જામનગર ખાતેથી મેળવી અને પહોંચાડવાનાં રહેશે. નિયત અરજી ફોર્મની સાથે જરૂરી આધારો અભ્યાસ અંગેની લાયકાતના પ્રમાણપત્રો, જન્મના પ્રમાણપત્રો, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, ઓળખકાર્ડ, આધારકાર્ડ, તમામની પ્રમાણિત નકલો તથા શારિરીક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર સાથે સંપુર્ણ નામ, સરનામા, મોબાઇલ નંબર સહિત અરજી ફોર્મ ભરીને તારીખ 22-04-2022 સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જેની સર્વેએ નોંધ લેવી.

  આ પણ વાંચો: કાલથી નવા સંવત 2079 અને નવરાત્રીનો પ્રારંભ, જાણો, હિન્દુ નવવર્ષની 10 મોટી વાતો

  ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લો

  આ માટેના ઈન્ટરવ્યુ તારીખ 27-04-2022 સવારના 12 કલાકે રાખવામાં આવેલ છે, તો સંબંધિત અરજદારોએ પોતાના અસલ તમામ આધારો, પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) શરુસેકશન રોડ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, જામનગર, નોકરી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन