Home /News /kutchh-saurastra /આ વાતનું ધ્યાન ન રાખ્યું તો કાળઝાળ ગરમીથી પડશો બીમાર, જાણો શું છે લૂ લાગવાના લક્ષણો

આ વાતનું ધ્યાન ન રાખ્યું તો કાળઝાળ ગરમીથી પડશો બીમાર, જાણો શું છે લૂ લાગવાના લક્ષણો

વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાતા કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ માર્ચના મધ્યમાં કર્યો.જો કે છેલ્લા એક સપ્તાહથી સતત હિટવેવની આગાહી હતી.અને ગરમ પવનના કારણે તાપમાન 41 ડીગ્રી પર નોંધાયું હતું. જો કે હવે 4 થી 5 દિવસ હિટવેવની આગાહી નથી. જેના કારણે ગરમ પવનમાંથી રાહત પડશે. આગામી 24 કલાક તાપમાન 40 ડીગ્રી આસપાસ નોંધાવવાની શકયતા છે.અને 24 કલાક બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન ઘટશે.અને ગરમીથી રાહત મળશે

મનુષ્યની શરીર રચના એ પ્રકારની છે કે શિયાળામાં વધુ ઠંડી, ચોમાસામાં વધુ ભીંજાઈ જવું અને ઉનાળામાં સીધા તાપના સંપર્કમાં આવવાથી બીમાર પાડવાની સંભાવના વધી જાય છે. ખાસ કારીને ઉનાળાની 40thi વધુ ડિગ્રી તાપમાનની ગરમીમાં બહાર નીકળવાથી શરીર પર તેની માઠી અસર પડે છે.

વધુ જુઓ ...
  સંજય વાઘેલા, જામનગર: (Jamnagar)શિયાળો પુર્ણ થતા જ ઉનાળા(Summer)ની આકરી ગરમી શરુ થઇ રહી છે, ગ્લોબલ વોર્મિંગ(Global warning)ના કારણે દર વર્ષે તાપમાન(Temperature)નું પ્રમાણ વધી રહ્યું છે, હજું તો ઉનાળાની શરુઆત થઇ છે ત્યાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે માર્ચ મહિનામાં ગુજરાત(Gujarat)માં ખાસ કરીને અમદવાદમાં 40 ડિગ્રી નોંધાયું હોઈ. ત્યારે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં હજું પણ તાપમાનનો પારો ઊંચો જશે. ત્યારે ગરમીની સીધી અસર માનવ જીવન પર થશે એ સ્વાભાવિક છે, ગરમીને કારણે લૂ(Heat Stroke) લાગવાના કેસ વધી રહ્યા છે, અને જો આ બાબતે ગંભીરતાથી ધ્યાન ન રાખવામાં આવે તો મૃત્યુનું પણ જોખમ રહેલું છે, ત્યારે ડોકટર (Doctor Tips)દ્વારા જણાવવામાં આવેલી કેટલીક ઉપયોગી માહિતી જાણી લેવી જોઈએ.

  શું છે લૂ લાગવાના લક્ષણો ?

  મનુષ્યની શરીર રચના એ પ્રકારની છે કે શિયાળામાં વધુ ઠંડી, ચોમાસામાં વધુ ભીંજાઈ જવું અને ઉનાળામાં સીધા તાપના સંપર્કમાં આવવાથી બીમાર પાડવાની સંભાવના વધી જાય છે. ખાસ કારીને ઉનાળાની 40thi વધુ ડિગ્રી તાપમાનની ગરમીમાં બહાર નીકળવાથી શરીર પર તેની માઠી અસર પડે છે, ખાસ કરીને ઉનાળામાં સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં અને ગરમ હવા લાગવાથી બીમાર પડી જવાય છે, જેને સાદી ભાષામાં લૂ લાગવી કહેવામાં આવે છે, જો સતત માથું દુઃખવું, પગની પિંડીમાં દુખાવો થવો, સતત તરસ લાગવી, શરીરનું તાપમાન વધી જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા જેવું શરીરમાં અનુભવ થાય તો સમજી જવું કે તમને લૂ લાગી છે. જો આ પ્રકારના કોઈ લક્ષણ જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

  આ પણ વાંચો: 40 વર્ષની ઉંમરે ધોની બનાવશે મોટો રેકોર્ડ

  લૂથી બચવાં શું કરવું ?

  સામાન્ય રીતે લૂ પાડવાની શરૂઆત બપોરના સમયે થતી હોઈ છે આથી અનિવાર્ય સંજોગોમાં જ બપોરના સયે ઘરની બહાર નીકળવું, અજો બહાર જવાનુ થાય તો સમયાંતરે પાણી અવશ્ય પીતું રહેવું, લીંબુ પાણી, વળીયારીનું સરબત વગેરે પીતું રહેવું. આ સિવાય ખાસ ચા-કોફી, તમ્બાકુ, સિગારેટનું સેવન ન લરવું જોઈએ, દૂધ અને માવાની વાનગી ન ખાવી. બહારનો ખોરાક ન ખાવો, ગરમીમાંથી સ્વયં બાદ તુરંત સ્નાન ન કરવું, વગેરે જેવી મહત્વની વાતનું ધ્યાન રાખવું.

  આ પણ વાંચો: અમદાવાદ: પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી છરીના ઘા ઝીંક્યા

  હવામાન વિભાગ દ્વારા ઉનાળામાં જે વિવિધ એલર્ટ આપવામાં આવે છે તેનો ખ્યાલ રાખવો અને રેડ એલર્ટમાં તો બિલકુલ ઘરની બહાર નીકળવું નહીં.
  હજું તો ઉનાળાની ઋતુની શરૂઆત જ થઇ છે અને 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, હજું તો બે મહિના બાકી છે ત્યારે આ બે મહિનામાં કેટલી ગરમી પડશે તે અંગે અત્યારથી જ લોકોને ચિંતા થઇ રહી છે. ત્યારે બને તેટલું લોકોએ ખાસ કરીને સગર્ભા, બાળકો અને વૃદ્ધ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, જામનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन