Home /News /kutchh-saurastra /

જામનગરના ફેમસ ઉમિયાના ભજીયા, એક-બે નહીં છ વેરાઇટી, જુઓ આ ખાસ વીડિયો

જામનગરના ફેમસ ઉમિયાના ભજીયા, એક-બે નહીં છ વેરાઇટી, જુઓ આ ખાસ વીડિયો

જામનગરના

જામનગરના ફેમસ ઉમિયાના ભજીયા, એક-બે નહીં છ વેરાઇટી, જુઓ આ ખાસ વીડિયો

જામનગરની જનતાને પ્રીય એવા ભજીયાની જે મળે છે શ્રી ઉમિયા ભજીયા હાઉસમાં. લોકોને શ્રી ઉમિયા ભજીયા હાઉસે છેલ્લા 40 વર્ષથી ઘેલું લગાડેલું છ?

    સંજય વાઘેલા, જામનગરઃ છોટા કાશી તરીકે જાણીતા જામનગર શહેરમાં આમ તો અનેક પ્રવાસન સ્થળો છે જ્યાં જોવા લાયક અનેક વસ્તુઓ છે. જામનગર ખાસ કરીને પોતાના બ્રાસ ઉદ્યોગ, બાંધણી માટે જાણીતુ છે પરંતુ ખાણીપીણી બાબતે પણ જામનગર ખુબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને જામનગરના ઘુઘરા, સમોસા અને ભજીયા ખુબ જ ફેમસ છે. આજે અમે વાત કરવાના છીએ જામનગરની જનતાને પ્રીય એવા ભજીયાની જે મળે છે શ્રી ઉમિયા ભજીયા હાઉસમાં. લોકોને શ્રી ઉમિયા ભજીયા હાઉસે છેલ્લા 40 વર્ષથી ઘેલું લગાડેલું છે. અહીં મળતા છ પ્રકારના ભજીયા આરોગ્યા બાદ લોકો પ્રફુલ્લીત થઇ જાય છે. તો આવો જોઇએ શું ખાસ છે જામનગરના જાણીતા ભજીયા હાઉસની.

    એક દિવસમાં 50થી 60 કિલો ભજીયા

    જામનગરની હાર્દ સમા વિસ્તાર ગણાતા તીન બત્તી વિસ્તારમાં ટ્રાફિક લાઇટની એકદમ બાજુમાં કોર્નર પર દૂરથી જ દેખાઇ જાય તેવો બોર્ડ લગાવવામાં આવેલો છે. આ બોર્ડ પર લખેલું છે શ્રી ઉમિયા ભજીયા હાઉસ. અહીં તવા પર ગરમ તેલમાં બનતા ભજીયા જોઇને પહેલી નજરે જ લોકોને ટેસ્ટ કરવાનું મન થઇ જાય છે. અહીં દિવસના 11 વાગ્યાથી ભજીયા બનાવવાની શરૂઆત થઇ જાય છે. જોત જોતામાં શહેરવાસીઓ અંદાજે 50થી 60 કિલો ભજીયા એક દિવસમાં આરોગી જાય છે. આ ભજીયા ખાનારા ડેઇલી ગ્રાહકોની સંખ્યા અનેક છે, જેઓનું કહેવું છે કે અમે એક-બે અને પાંચ વર્ષથી અહીં ભજીયાની લિજ્જત માણવા આવીએ છીએ પરંતુ ક્યારેય ટેસ્ટ બદલાયો નથી. એકદમ મસ્ત સ્વાદ જે પહેલા અમે ચાખ્યો હતો એજ સ્વાદ આજે પણ યથાવત છે.

    આ પણ વાંચો: PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    ત્રીજી પેઢીએ સંભાળ્યો વારસો

    હાલ શ્રી ઉમિયા ભજીયા હાઉસનું સમગ્ર સંચાલન ધવલ પટેલ કરે છે. ધવલભાઇ ત્રીજી પેઢી છે જેઓ હાલ આ ભજીયાનો વારસો સંભાળી રહ્યાં છે. 40 વર્ષ પહેલા તેમના દાદા દ્વારા ભજીયા હાઉસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પિતાજી અને હવે તેઓ દુકાન સંભાળે છે. તેઓનું કહેવું છે કે મારી જવાબદારી એ છે કે જે કારણે શ્રી ઉમિયા ભજીયા હાઉસ ફેમસ છે એ સ્વાદ જાળવી રાખવાની છે. દુકાનમાં ચાર અન્ય વ્યક્તિ કામ કરે છે.

    આ પણ વાંચો: અમદાવાદના એક લગ્ન પ્રસંગની મજામાં પડ્યો ભંગ, કલર બૉમ્બ ફાટ્યો ને ચાર લોકો દાઝ્યા

    6 પ્રકારના ભજીયા અને બે મજેદાર ચટણી

    શ્રી ઉમિયા ભજીયા હાઉસમાં એક બે નહીં પરંતુ ભજીયાની છ અલગ અલગ વેરાઇટી ઉપલબ્ધ છે. આ વેરાઇટીની વાત કરીએ તો એક છે બટાટા વડા જેમાં બટાટા અને લીલો મસાલો નાખી બનાવવામાં આવે છે. બીજો છે લસણીયા ભજીયા જેમાં બટાટાની સાથે લસણની ચટણી ભરેલી હોય છે. ત્રીજા છે ભરેલા મચરા, એટલે કે મરચાની અંદર ટફિંગ કરી ફ્રાય કરવામાં આવે છે. ચોથા છે વાટીદાળના ભજીયા, એટલે કે તેમા દાળ અને ડુંગળી મિક્સ કરી તૈયાર કરવામાં આવે છે. પાંચમાં છે મેથી અને પાલકના ભજીયા. અને છેલ્લે બટાટાની ચિપ્સના ભજીયા. આ ભજીયાના સ્વાદ પર ચાર ચાંદ લગાવે છે બે પ્રકારની ચટણી, એક લસણ અને મરચાની તીખી પણ સ્વાદિસ્ટ ચટણી અને બીજી મીઠી ચટણી જે ખજુર અને આંબલીમાંથી તૈયાર કરવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર