Home /News /kutchh-saurastra /એક પછી એક 12 સરકારી નોકરી મેળવી, યુવાનો માટે પ્રેરણારૂપ છે જામનગરના નવા SP પ્રેમસુખ ડેલુંની કહાની

એક પછી એક 12 સરકારી નોકરી મેળવી, યુવાનો માટે પ્રેરણારૂપ છે જામનગરના નવા SP પ્રેમસુખ ડેલુંની કહાની

એક પછી એક 12 સરકારી નોકરી મેળવી, યુવાનો માટે પ્રેરણારૂપ છે જામનગરના નવા SP પ્રેમ

આ વખતે પણ અમદાવાદ(Ahmedabad)માં ફરજ બજાવતા IPS જામનગરના SP બન્યા છે. દીપેન ભદ્રન (Dipen Bhadran)બાદ હવે પ્રેમસુખ ડેલુ(Premsukh Dallu)ને જામનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી છે. જયારે જામનગરના ઇન્ચાર્જ SP નિતેશ પાંડેને બઢતી આપી દેવભૂમિ દ્વારકાના SP બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    સંજય વાઘેલા, જામનગર: સુરક્ષાની દ્રષ્ટિએ, વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ અતિ મહત્વ ગણાતા ગુજરાત(Gujarat)ના જામનગર (Jamnagar)જિલ્લાને ફરીએકવાર નવા SP એટલે કે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ(Superintendent of police)મળ્યા છે. આ વખતે પણ અમદાવાદ(Ahmedabad)માં ફરજ બજાવતા IPS જામનગરના SP બન્યા છે. દીપેન ભદ્રન (Dipen Bhadran)બાદ હવે પ્રેમસુખ ડેલુ(Premsukh Dallu)ને જામનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી છે. જયારે જામનગરના ઇન્ચાર્જ SP નિતેશ પાંડેને બઢતી આપી દેવભૂમિ દ્વારકાના SP બનાવવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે પ્રેમસુખ ડેલુની કહાની ખુબ જ પ્રેરણા આપે તેવી છે. ગરીબ પરિવારમાંથી આવતા પ્રેમસુખ કેવી રીતે IPS બન્યા અને IPS બન્યા બાદ સૌરાષ્ટ્રમાં તાલીમનો પ્રારંભિક ગાળો ક્યા પસાર કર્યો તે ખુબ જ જાણવા જેવું છે.

    મૂળ રાજસ્થાન અને આર્થિક સ્થિતિ ખુબ જ નબળી

    જામનગરના નવા SP પ્રેમસુખ ડેલુનો જન્મ 3 એપ્રિલ 1988માં રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રાસીસરમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી, ચાર સંતાનોમાં સૌથી નાના એવા પ્રેમસુખના માતા પિતા અશિક્ષિત હતા, જો કે બાળકો ભણી-ગણી આગળ આવે તે માટે પિતાએ તનતોડ મહેનત કરી, ઊંટ લારી ચરાવીને ગુજરાન ચલાવતા હતા. ઘણીવાર પિતાને મદદરૂપ થવા માટે પ્રેમસુખ બકરા ચરાવવાનું કામ પણ કર્યું. પ્રેમસુખના મોટા ભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા.

    આ પણ વાંચો: અમદાવાદમાં રોડ-રસ્તાઓ પર લાગેલા અરવિંદ કેજરીવાલના બેનરો હટાવાતા AAP કાર્યકરોમાં રોષ



    જેલર તરીકે નોકરી કરી પરંતુ લક્ષ્ય ઊંચું હતું

    કોલેજકાળથી જ પ્રેમસુખ ડેલુનું ધ્યેય ખુબ જ ઊંચું હતું જે પુર્ણ કરવા માટે તેઓ અથાગ મહેનત કરી. એક પછી એક અનેક સ્પર્ધાત્મક પરીક્ષા આપી, પરિણામ સ્વરૂપે પહેલી નોકરી પટવારીની મળી, જો નોકરી મળ્યા બાદ પણ મહેનત ચાલુ રાખી અને ફરી પરીક્ષા આપી અને આસિસ્ટન્ટ જેલરની નોકરી મળી ગઈ. ત્યારબાદ પણ તેઓએ UPSC ની મહેનત ચાલુ રાખી અંતે મહેનતનું ફળ મળ્યું અને 2015માં આવેલા UPSC ના પરિણામમાં હિન્દી મીડીયમમાં અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલુનો 170 ક્રમ રહ્યો. ત્યારબાદ IPS તરીકે ગુજરાત કેડર ફાળવવામાં આવ્યું.ઉહરો

    આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની જનસેવા યાત્રાના 200 દિવસ, કેવા કેવા કર્યા છે જનસેવાના કામ?



    પ્રેમસુખ ડેલુએ સૌરાષ્ટ્રમાં લીધી તાલીમ

    ગુજરાત કેડર મળ્યા બાદ પ્રોબેસનમાં પ્રેમસુખ ડેલુનો તાલીમનો ગાળો અમરેલીમાં પસાર કર્યો. અમરેલીમાં ગુનેગારો જેનાથી થરથર કાંપે તેવા નિર્લીપ્ત રાય સાથે કામ કામ કરવાની તક મળી. અહીં તાલીમ પુર્ણ કર્યા બાદ પ્રેમસુખ ડેલુને પહેલી બઢતી મળી અને અમદાવાદ ઝોન-7ના ડેપ્યુટી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા. પ્રેમસુખ ડેલુ નીડર અને ગુનેગારો માટે કડક છાપ ધરાવે છે. ખાસ કરીને બુટલેગરો પર તવાઈ બોલાવવામાં મહેર છે. ત્યારે હવે જામનગરનું સોપાન મળતા જ જામનગરની જનતામાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, Jamnagar Police, જામનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन