Home /News /kutchh-saurastra /

જામનગરઃ ઓવરબ્રીજનું કામ શરૂ થતા ડાયવર્ઝનથી થયો ભારે ટ્રાફિકજામ

જામનગરઃ ઓવરબ્રીજનું કામ શરૂ થતા ડાયવર્ઝનથી થયો ભારે ટ્રાફિકજામ

જામનગરઃ

જામનગરઃ ઓવરબ્રીજનું કામ શરૂ થયું અને સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

જામનગરઃ જામનગરથી રાજકોટ જતા ગુલાબનગર પાસે આવેલો રેલવે ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રીજથી ધુંવાવ ગામ સુધીનો રસ્તાની હાલત બિસ્માર

    જામનગરઃ જામનગરથી રાજકોટ જતા ગુલાબનગર પાસે આવેલો રેલવે ઓવરબ્રીજ છે. આ ઓવરબ્રીજથી ધુંવાવ ગામ સુધીનો રસ્તાની હાલત બિસ્માર હતી જેને ડામરપટ્ટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય ધોરીમાર્ગ પર કામ ચાલુ હોવાને કારણે ડાયવર્ઝન લગાવવામાં આવ્યું છે. જો કે ડાયવર્ઝન વચ્ચે એક રેલવે ફાટક આવતાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઇ હતી. આ ચોમાસુ સીઝનમાં મેઘરાજાએ હાલાર પંથક પર ખાસ હેત વરસાવ્યો છે. ખાસ કરીને જામનગર શહેર તથા ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ પડ્યો છે. તો ભારે વરસાદને કારણે મોટાભાગના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તા તૂટી ગયા છે. આ તમામ રસ્તાઓની મરમ્મતનું કામ હવે હાથ ધરવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ તંત્ર દ્વારા માત્ર ઠીગડા મારી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો તો કેટલીક જગ્યાએ સમગ્ર રોગ ડામર પટ્ટી કરવામાં આવી રહ્યો છે.

    જામનગરથી રાજકોટ આવવા જવા માટે ગુલાબનગર રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થઇને જવાનું હોય છે. આ ઓવરબ્રીજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ઓવરબ્રીજ પર મસમોટા ખાડા અને રસ્તાનું ધોવણ થતા તંત્ર દ્વારા સમગ્ર રોડ નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડના કામને ધ્યાને રાખી જિલ્લા ક્લેક્ટર સૌરભ પારઘી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. એટલે કે રાજકોટ તરફ જવું હોય તો વાહનચાલકોએ વિક્ટોરિયા પુલ પછી મહાપ્રભુજીની બેઠકવાળા રોડ પરથી થઇને જવાનું રહેશે. વાહનચાલકો હાપા માર્કેટિંગ યાર્ડના રસ્તેથી પસાર થઇ રહ્યાં છે. જો કે માર્કેટિંગ યાર્ડ પાસે એક ફાટક હોવાથી અહીં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

    આ પણ વાંચો: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી પહેલા દિવાળી આવતા વેપારીઓ ખુશખુશાલ

    ભારે ટ્રાફિકજામ અને વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા પોલીસકર્મી અને ટ્રાફિકબ્રીગેડના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જો કે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે રેલવે ફાટક હોવાથી અહીં ફાટક બંધ હોય ત્યારે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ભારે વાહનોને મહાપ્રભુજીની બેઠકવાળા રસ્તેથી ઠેબા ચોકડી અને ત્યાંથી ખીજડીયા બાયબાસ થઇને રાજકોટ તરફ જવાનું કહેવામાં આવી રહ્યું છે.
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन