Home /News /kutchh-saurastra /જામનગરના જોડિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ, જુઓ કેવી સ્થિતિ સર્જાઇ

જામનગરના જોડિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ, જુઓ કેવી સ્થિતિ સર્જાઇ

X
જામનગરના

જામનગરના જોડિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ

મેઘરાજાએ જામનગર જિલ્લાના જોડિયામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

જામનગરઃ જામનગર શહેર તથા ગ્રામ્ય પંથકોમાં ગુરુવાર 23 તારીખે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું હતું. રાત્રે વીજળીના કડાકા અને ભડાકા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે વહેલી સવારથી ધીમીધારે ઝાપટાં પડ્યા હતા. જો કે મેઘરાજાએ જામનગર જિલ્લાના જોડિયામાં સાંબેલાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. અહીં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ પડી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે જોડિયામાં માત્ર બે કલાકના જ સમયમાં જ અંદાજે પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે ગામમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા તો આસપાસ આવેલા નદીનાળા છલકાઇ ગયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

તો જોડિયા સિવાય જામનગરના ધ્રોલ તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધ્રોલ તાલુકાના મજોઠ ગામ પાસે આવેલો ઉંડ-2 ડેમ છલોછલ ભરાઇ ગયો છે. પાણીની આવકને ધ્યાનમાં રાખી ડેમના 3 દરવાજા ખોડવા પડ્યા હતા. આ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતાં આ ડેમની હદમાં આવતા વિસ્તારો જેવા કે મજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડ સહિતના ગામના લોકોને નદીમાં કે તેની આસપાસ અવર જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

વહેલી સવારથી જામનગર શહેર તથા જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં સવારે 10 વાગ્યા સુધીમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ગ્રામ્ય પંથકની વાત કરીએ તો સૌથી વધુ જોડિયામાં 147 મીમી એટલે કે અંદાજે પાંચ ઇંચ જેટલા વરસાદ ખાબકી ગયો છે. તો ધ્રોલ તાલુકામાં 17 મીમી વરસાદ નોંધાયો છે.હાલારમાં એક સપ્તાહમાં એટલો વરસાદ પડ્યો કે સીઝનનો સરેરાશ 107 ટકા વરસાદ પડી ગયો છે.
First published:

Tags: Gujarat rain news, Jamnagar News, Rain in Jamnagar