જામનગરમાં ફરી એકવાર મેઘરાજાએ (Jamnagar Rains) તોફાની બેટિંગ કરી હતી જેને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા તો ખેતરોમાંથી પાણી વહેતા થાય હતા. ભારે પવન અને વિજળીના (Lightning in Jamnagar Rains) કડાકા ભડાકા સાથે આવેલા વરસાદને કારણે અનેક જાનમાલનું (Damage After Lightning in Jamnagar) નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. આ વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે તો અનેક પશુઓના પણ મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ભારે વીજળીના કડાકા અને ભડાકા ને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે સાંજે 05:30 પછી કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા હતા. જોતજોતામાં સમગ્ર વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. તો થોડી વાર એવું ભારે પવન ફૂંકાયો કે જાણે વાવાઝોડું આવ્યું હોય. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી હતી. વિઝિબિલિટી ઓછી થઈ જતા આ લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો હતો.
વાત કરીએ જામનગરના ગ્રામ્ય વિસ્તારોની તો લાલપુર, ધ્રોલ, જામજોધપુર સહિતના તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઝાપટું પડયું હતું. વડાણા ગામે રહેતા ૫૫ વર્ષીય ઈસ્માઈલભાઈ કાસમભાઈ કાતીયાર અને તેમની પુત્રવધુ નજમા બેન પર વીજળી પડતાં બંનેના મોત થયા છે. આસિફભાઇ ભુપત આંબરડી ગામમાં વીજળી પડતા બે બળદના મોત થયા છે. નંદાણા ગામે એક ભેંસ ઉપર વીજળી પડી હોવાને કારણે તેનું મોત થયું હતું.
અઠવાડિયા સુધી વિરામ લીધા બાદ મેઘરાજાએ ફરી ધોધમાર એન્ટ્રી કરી હતી ખાસ કરીને સમગ્ર હાલાર પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વાત કરીએ સમગ્ર પંથકમાં નોંધાયેલા વરસાદ નહીં તો વધુ લાલપુર પંથકમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. તો અનેક ગામડાઓમાં ખેતરોમાંથી પાણી વહેતા થઇ ગયા હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ ખેડૂતો મગફળી પાક તૈયાર થઈ ગયો હોય અને ઉપાડવા ની તૈયારી કરી રહ્યા હોય એવા સમયે આવેલા વરસાદને કારણે ધરતીપુત્ર મુંજાઈ ગયા હતા.