Home /News /kutchh-saurastra /

Jamnagar Weather: જામનગરમાં આજે તીવ્ર ઠંડીની સાથે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકશે, જાણો આજનું હવામાન

Jamnagar Weather: જામનગરમાં આજે તીવ્ર ઠંડીની સાથે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકશે, જાણો આજનું હવામાન

જામનગરમાં આજે તીવ્ર ઠંડીની સાથે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકશે, જાણો આજનું હવામાન

રાજ્યમાં કોલ્ડવેવની આગાહીની સાથે સાથે જામનગરમાં પણ હદ થીજવતી ઠંડી પડી રહી છે. આજે તો ઠંડીની સાથે સાથે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાશે ત?

    સંજય વાઘેલા, જામનગર: રાજ્યમાં કોલ્ડવેવની (Cold wave) આગાહીની સાથે સાથે જામનગરમાં (Jamnagar Weather)  પણ હદ થીજવતી ઠંડી પડી રહી છે. આજે તો ઠંડીની સાથે સાથે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાશે તેમ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. આજે આખો દિવસ 6 કિમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોવા મળી રહી છે. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી છે. લઘુતમ તાપમાનનો પારો 6 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

    ભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ છે. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 11 સુધી પહોંચી ગયો છે. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.

    હવે વાત કરીએ જામનગરના આજના હવામાનની તો
    ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા થઈ ગયું છે. તો લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું છે. તો પવનની ગતિ 6 કિમી પ્રતી કલાક રહેવાની શક્યતા છે.

    આ પણ વાંચો: Photos: ગુજરાતને અડીને આવેલું નંદુબાર બન્યું છે મિનિ કાશ્મીર, છવાઇ બરફની ચાદર

    વરસાદથી રવિ પાકને નુકશાન

    પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat weather update, Jamnagar City

    આગામી સમાચાર