હવામાન વિભાગની ગુજરાત (Gujarat)માં ત્રણ દિવસ કોલ્ડ વેવ(Cold wave)ની આગાહી (Forecast) વચ્ચે હાલારમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.(weather Report)બુધવારે જામનગર(Jamnagar) જિલ્લામાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.
સંજય વાઘેલા, જામનગર: હવામાન વિભાગની ગુજરાત (Gujarat)માં ત્રણ દિવસ કોલ્ડ વેવ(Cold wave)ની આગાહી (Forecast) વચ્ચે હાલારમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.(weather Report)બુધવારે જામનગર(Jamnagar) જિલ્લામાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો 10.2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સતત ત્રીજી વખત ભરશિયાળે(winter) વરસાદ ખાબક્યો હતો, માવઠા બાદ અચાનક ઠંડીનો પારો ગગાડ્યો અને છ ડિગ્રી ઘટી ગયું છે. બુધવારે લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી રહેશે તેવું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે લઘટમ તાપમાન 16 ડિગ્રી હતો. આજે 10.2 ડિગ્રી તાપમાન હોવાને કારણે જામનગરવાસીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે.
આજે કેવું રહેશે હવામાન ?
ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી જાણવવામાં આવ્યું છે કે આજે જામનગરમાં લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી રહેશે, મહત્તમ 23 ડિગ્રી હશે, તો હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા રહેવાનો અંદાજ છે. આજે પવનની ગતિ 2.5 કિમી પ્રતી કલાકની ઝડપે રહેશે. ઉલ્લેખનીય છે કે જેમ જેમ લઘુતમ તાપમાન નીચું તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધુ.
કોલ્ડ વેવમાં ઠુંઠવાયુ જામનગર
ઠંડીની સાથે સાથે 5થી વધુની કિમી પ્રતી કલાકની ઝડપે ધ્રુજાવે તેવો પવન પણ ફૂંકાયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ જોવા મળી રહી હતી. જામનગરમાં છેલ્લા એક જ સપ્તાહમાં હવામાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને માવઠા બાદથી એકદમ જ હાડથીજવતી ઠંડી પાડવા લાગી હતી. માત્ર એક જ સાપ્તાહમાં લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે. જેના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ભરશિયાળે વરસાદી માહોલ સર્જયા બાદ ફરી અચાનક ઠંડીએ જોર પકડ્યુ હતું. માત્ર એક જ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 16થી 10 સુધી પહોંચી ગયો હતો. એક જ દિવસમાં આટલા ડિગ્રી તાપમાન નોંધાતા હાડથીજવતી ઠંડી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર શિયાળે અષાઢી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં સતત બે દિવસ સુધી કમોશમી વરસાદ પડ્યો હતો. બે દિવસ વરસાદી માહોલને કારણે જનજીવન પ્રભાવીત થયું છે. લોકો મૂંઝવણમાં મુકાયા છે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો. તો ખેડૂતોની તો દશા બેઠી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર