જામનગર : ઊંઘની ગોળીઓ ખવડાવી ચાર નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

જામનગર : ઊંઘની ગોળીઓ ખવડાવી ચાર નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં 'હાથરસ' કાંડ, સગીરાને મિત્રએ મળવા બોલાવ્યા બાદ અન્ય ત્રણ મિત્રો સાથે મળી દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદના પગલે ચકચાર

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર : એક બાજુ દેશમાં ઉત્તર પ્રદેશના (UP) હાથરસની (Hathras) ઘટનાના પડઘમ શાંત પડ્યા નથી ત્યાં ગુજરાતમાં (Gujarat) જ ગેંગરેપની ઘટના (Gangrape in Jamangar) સામે આવી છે. જામનગરના સી.ડિવિઝન પોલીસ મથકની હદમાં ઘટેલી ઘટનાની ફરિયાદ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. સગીરાને (Minor Girl Raped) તેના મિત્રએ અન્ય મિત્રના ઘરે મળવા બોલાવ્યા બાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાની ફરિયાદના પગલે હાહાકાર મચી ગયો છે.ઘટનાની જાણ થતા જ પોલીસે (Jamnagar Police) ચાર પૈકીના ત્રણને ઝડપી પાડ્યા છે અને તેમના કોરોના એન્ટિજન ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે.

  બનાવની વિગત એવી છે કે ગત 28મી સપ્ટેમ્બરના રોજ જામનગરના યાદવ નગરમાં એક સગીરાને તેના મિત્રએ દર્શન ઉર્ફે બુધાએ મળવા બોલાવી હતી. સગીરા મોહિત નામના વ્યક્તિના ઘરે ગઈ હતી. તપાસનીશ અધિકારી ગઢવીના જણાવ્યા મુજબ સગીરાની ફરિયાદ છે કે મોહિતના ઘરે દર્શન ઉર્ફે બુધો, મીલન અને દેવકરણે મળીને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ. ફક્ત એટલું જ નહીં સગીરાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટનાના પગલે જામનગરમાં જ હાથરસ જેવો બનાવ બની ગયો છે.  આ પણ વાંચો :  ગુરુગ્રામઃ સ્વિગી અને ઝોમેટોના ચાર ડિલીવરી બૉયે મળીને યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, થઈ ધરપકડ

  ત્રણ આરોપી ઝડપાયા એક ફરાર

  પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટનામાં દર્શન ઉર્ફે બુધો, દેવકરણ, અને મીલન ઝડપાઈ ગયા છે, જ્યારે મોહિત ફરાર છે. પોલીસે સગીરાના મેડિકલ ટેસ્ચ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે. જોકે, આ ફરિયાદ 4 દિવસ પછી નોંધાઈ ત્યારે હાથરસના કારણે ઘટના સામે આવી કે કેમ તેવી પણ એક ચર્ચા છે પરંતુ સગીરાએ જે ફરિયાદ કરી છે અને જે પ્રકારે કેફિયત આપી છે તે જોતા આ ઘટનામાં જામનગર શર્મશાર થયું છે.

  આ પણ વાંચો : Coronavirus: સોમનાથના ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, વિધાનસભામાંથી આવ્યા પછી તબિયત લથડી હતી

  UPના હાથરસકાંડ જેવી ઘટના

  ઉત્તર પ્રદેશના હાથરસથી આશરે 10 કિ.મી. દૂર આગરા રોડ પર મુખ્ય રસ્તાથી બે કિ.મી. અંદર અમુક ખેતરો વટાવ્યા પછી વુલગઢી ગામ આવે છે. આ એ જ વુલગઢી ગામ છે, જ્યાં દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના બાદ દેશભરમાં આક્રોશ છે. તેવામાં જ જામનગર શહેરમાં પણ સામૂહિક દુષ્કર્મની ઘટના એવા જ સમયે બની જ્યારે યુપીની પીડિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.
  Published by:Jay Mishra
  First published:October 04, 2020, 15:26 pm

  ટૉપ ન્યૂઝ