હાર્દિક પટેલ કાલે જામનગરમાં: ખેડૂત અધિકાર સંમેલનને સંબોધશે

News18 Gujarati
Updated: February 7, 2019, 4:19 PM IST
હાર્દિક પટેલ કાલે જામનગરમાં: ખેડૂત અધિકાર સંમેલનને સંબોધશે
હાર્દિક પટેલ

જામનગરમાં ખેડૂત અધિકાર રેલીને સંબોધશે અને આડકતરી રીતે 2019ની લોકસભાની ચૂંટણીનાં શ્રીગણેશ કરશે

  • Share this:
હાર્દિક પટેલ આવતી કાલે શુક્રવારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં ખેડૂત અધિકાર રેલીને સંબોધશે અને આડકતરી રીતે 2019ની લોકસભાની ચૂંટણીનાં શ્રીગણેશ કરશે.
ગુરુવારે બપોરે હાર્દિક પટેલે તેના ફેસબૂક પેજ પર ખેડૂત અધિકાર સંમેલન વિશે લખતા કહ્યુ છે કે, જો સરકાર આટલું કામ કરે તો ખેડૂતોને દેવું ન થાય.

ખેડૂતોનું દુખ દૂર કરવાની ‘હાર્દિક’ દવાઓ:
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

ખેડૂતોના દુખ દુર કરવાનાં હાર્દિકનાં ઉપાયો


અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલે બુધવારે ઉત્તરપ્રદેશમાંથી જાહેરાત કરી હતી કે, તે પોતે આગામી 2019ની લોકસભા ચૂંટણી લડશે. જો કે, આજે ગુરુવારે હાર્દિક પેટેલે તેના ફેસબૂક પેજ પર લખ્યુ કે, “એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?”

સોશિયલ મીડિયા દ્વારા હાર્દિક પટેલે લોકોને પ્રશ્ન પુછીને લોકોનાં અભિપ્રાય માંગ્યા છે અને એક વેધક સવાલ કર્યો છે કે, ખેડૂતો અને યુવાનોનાં અધિકાર માટે ચૂંટણી લડવી તે ગુનો છે ?હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે યુદ્ધ છેડ્યુ છે અને ભાજપ વિરોધી દળો સાથે મળીને નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે પ્રચાર કરે છે.

 
First published: February 7, 2019, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading