મનપાનો જંગ : રાજ્યના આ શહેરમાં 'હાથી'એ કમળ અને પંજાને પછાડ્યો, BSPના 3 ઉમેદવારોની જીત

મનપાનો જંગ : રાજ્યના આ શહેરમાં 'હાથી'એ કમળ અને પંજાને પછાડ્યો, BSPના 3 ઉમેદવારોની જીત
જામનગર બસપાના વિજેતા ઉમેદવારો

વોર્ડ નંબર છના પરિણામોએ સૌને ચોંકાવ્યા, ત્રણ બસપા અને એક ભાજપના ઉમેદવારની જીત થઈ

 • Share this:
  આજે રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીની (Local body Election) મતગણતરી (Gujarat Municipal corporation election 2021 Results) હાથ ધરવામાં આવી રહી છે. ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન (voting) ઓછુ નોંધાયુ છે. આજે મતદાતાનો ઝુકાવ કોના તરફ છે તે સ્પષ્ટ થઈ ગયું છે. છ મનપામાં 576 બેઠકો પર 2276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થવાનો છે. હાલ તો ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ છે. રાજ્યની તમામ છ મહાનગર પાલિકામાં કેસરિયો લહેરાઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના જામનગરમાંથી એક ચોંકાવનારા પરિણામો આવ્યા છે. અહીંયા ભાજપ અને કૉંગ્રેસને હરાવીને વોર્ડ નંબર છમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો જીત્યા છે.

  જામનગરના વોર્ડ નંબર છમાં બહુજન સમાજવાદી પાર્ટીના ફુકરાન સેખ, જ્યોતિ ભારવડિયા, રાહુલ બોરીચાનો વિજય થયો છે. આ સાથે ભાજપની પેનલમાંથી જયુબા ઝાલાનો વિજય થયો છે. આમ ભાજપ અને કોંગ્રેસને કચડીને બહુજન સમાજવાદી પાર્ટીના હાથીએ સવારી કાઢી છે.  આ પણ વાંચો :  ભરૂચ : BJPના ઉમેદવારની ચૂંટણી સભામાં અભિનેત્રીએ ઠુમકા લગાવ્યા, Video થયો Viral

  દરમિયાન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરોમાં આગળ છે. જામનગરમાં બપોરે 1.30 વાગ્યાની સ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટી 36 પર, કૉંગ્રેસ 5 અને બસપા 3 પર આગળ છે. કુલ 64 બેઠકો પૈકીની 36 પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી આગળ છે.

  રાજકોટમાં કેસરિયો

  રાજ્યના સીએમ વિજય રૂપાણીના શહેર રાજકોટમાં બીજેપી બહુમત તરફ પહોંચી છે જ્યારે અત્યાર સુધી કૉંગ્રેસને એકપણ બેઠક મળી નથી. આ સાથે વડોદરામાં બીજેપીએ 25 બેઠકો પર જીત મેળવી છે અને કૉંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે.

  આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું, વોર્ડ નંબર 16 અને 4માં પેનલની જીત

  અંમદાવાદમાં જીતની તૈયારી

  અમદાવાદના બીજેપીના કાર્યાલય ખાતે વિયતોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આજે સાંજે આ વિજયોત્સવમાં સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) , પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (C.R. Patil) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ આવી શકે છે.

  ઇનપૂટ : કિંજલ કારસરિયા, જામનગર 
  Published by:Jay Mishra
  First published:February 23, 2021, 13:37 pm

  ટૉપ ન્યૂઝ