જામનગરમાં મતગણતરી પૂર્ણ: બીજેપીની 12 બેઠક વધી, બસપાના ફાળે 3 બેઠક

જામનગરમાં મતગણતરી પૂર્ણ: બીજેપીની 12 બેઠક વધી, બસપાના ફાળે 3 બેઠક
ફાઇલ તસવીર.

Jamnagar municipal corporation election: 2015ની ચૂંટણીમાં બીજેપીએ 38 બેઠક જીતી હતી, 2021ની ચૂંટણીમાં ભાજપની બેઠક વધીને 51 થઈ છે.

  • Share this:
    જામનગર: 21મી ફેબ્રુઆરીના રોજ છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી (Gujarat Municipal corporation election 2021) માટે આજ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)નો પણ સમાવેશ થાય છે. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ જામનગર મહાનગરપાલિકાની મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકા પર પોતાના કબજો જાળવી રાખ્યો છે. જીત સાથે બીજેપીની બેઠકમાં પણ વધારો થયો છે.

    ભાજપના ફાળે 50 બેઠક:



    જાહેર થયેલા પરિણામ પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની 50 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે 11 બેઠક કૉંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠક માટે 21મીએ મતદાન યોજાયું હતું.

    છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો

    2015ની ચૂંટણીનું પરિણામ:

    ગત ચૂંટણીમાં એટલે કે 2015ના વર્ષમાં જામનગર કોર્પોરેશનની 64 બેઠકમાંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કૉંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

    આ પણ વાંચો: PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું કે ગુજરાત BJPનો ગઢ છે: વિજય રૂપાણી

    ભારતીય જનતા પાર્ટીની બેઠક વધી:

    2021 અને 2015ની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો જામનગર કોર્પોરેશનમાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીની 12 બેઠક વધી છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટીને 13 બેઠકનું નુકસાન થયું છે.

    ક્યાં કેટલું મતદાન

    અમદાવાદ---- 42.51%
    સુરત---------- 45.51%
    વડોદરા------- 47.99%
    જામનગર------ 53.64%
    રાજકોટ------- 50.75%
    ભાવનગર------ 49.79%
    કુલ----------- 45.64%

    આ પણ વાંચો: સુરતમાં આમ આદમી પાર્ટીની સપાટો

    પુરુષ Vs મહિલા મતદારો

    શહેર--------- પુરુષ--------- સ્ત્રી
    અમદાવાદ---- 45.90%---- 38.80%
    સુરત---------- 47.00%-----42.00%
    વડોદરા------- 51.07%---- 44.76%
    જામનગર----- 57.32%---- 49.78%
    રાજકોટ------- 54.60%---- 46.60%
    ભાવનગર----- 52.84%---- 45.88%
    કુલ----------- 48.73%---- 42.18%

    છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું

    શહેર--------- વોર્ડ---------- બેઠક
    અમદાવાદ---- 48----------- 192
    સુરત---------- 30----------- 120
    વડોદરા------- 19----------- 76
    જામનગર ----- 16----------- 64
    રાજકોટ------- 18----------- 72
    ભાવનગર----- 13----------- 52
    કુલ----------- 144----------- 576
    Published by:Vinod Zankhaliya
    First published:February 23, 2021, 15:36 pm

    ટૉપ ન્યૂઝ