ભાજપને મોટો ફટકો : ગુજરાત હાઇકોર્ટે દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી

News18 Gujarati
Updated: April 12, 2019, 2:33 PM IST
ભાજપને મોટો ફટકો : ગુજરાત હાઇકોર્ટે દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી
પબુભા માણેક, મેરામણ ગોરિયા

2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે. 2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશે.

ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગોરિયાએ દાવો કર્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.

આ પણ વાંચો : BJP નેતાએ કહ્યુ- '...તો હું PM સામે આપઘાત કરીશ'

મેરામણભાઈ ગોરીયાએ પોતાના વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે 20-11-2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પરથી ચૂંટણી લડી શક્યા હતા.

આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પોતાના વકીલ મારફતે આ અંગેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

સત્યની જીત થઈ : મેરામણ ગોરિયાઆ બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, "ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં "વિધાનસભા 82 દ્વારકા" લખ્યું ન હતું. આ બાબતે અમે તેનો વિરોધ કર્યો હતો. આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. કોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે."

આ વખતે કોંગ્રેસના ઉમેદવારની ડિપઝિટ જપ્ત થશે : ભાજપ

દેવભૂમિ દ્વારકાની ચૂંટણી હાઇકોર્ટ રદ કર્યા બાદ ભાજપ તરફથી રાજકોટથી બીજેપીના નેતા ધનસુખ ભંડેરીઓ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ બેઠક પર યોજનારા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થશે.
First published: April 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading