Home /News /kutchh-saurastra /

Board Exams 2022: બોર્ડની પરીક્ષાને લઈને કંટ્રોલ રૂમમાં કેવી છે વ્યવસ્થા, જાણો કેવી કેવી ફરિયાદો મળી ?

Board Exams 2022: બોર્ડની પરીક્ષાને લઈને કંટ્રોલ રૂમમાં કેવી છે વ્યવસ્થા, જાણો કેવી કેવી ફરિયાદો મળી ?

બોર્ડની

બોર્ડની પરીક્ષાને લઈને કંટ્રોલ રૂમમાં કેવી છે વ્યવસ્થા, કેવી કેવી ફરિયાદો મળી ?

જામનગરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ ચુકી છે. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરુ કરાયો છે.

    સંજય વાઘેલા, જામનગર: હવે બોર્ડની પરીક્ષા(Board Exams)નો સમય આવી ગયો છે, લાખો વિદ્યાર્થી(Students) પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાના ઉદેશ્યથી આ પરીક્ષા આપશે, વિદ્યાર્થીઓના ભાવિ માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ખુબ જ મહત્વની હોઈ છે. આ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો (Teacher)અને વાલીઓ ખુબ જ મહેનત કરતા હોઈ છે. સમગ્ર ગુજરાત(Gujarat)માં યોજનારી આ મહત્વની પરીક્ષા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ હતી, ગત વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, જો કે આ વર્ષે કોરોના ન હોવાને કારણે પરીક્ષાઓ યોજાઈ છે, જામનગર(Jamnagar)માં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ ચુકી છે. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. પ્રથમ દિવસે રિસીપ ખોવાઈ જવી, પરીક્ષા કેન્દ્રમાં મોડૂ પહોંચવું તથા બેઠક વ્યવસ્ત અંગેના પ્રશ્નોની ફરિયાદ કંટ્રોલ રૂમને મળી હતી.

    જામનગરમાં કેટલા વિદ્યાર્થી આપશે પરીક્ષા ?

    આ પરીક્ષા કન્ટ્રોલરૂમ તા.27 માર્ચથી 12 એપ્રિલ સુધી સવારે 7 થી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના નંબર 0288-2553321 રહેશે. વાત કરીએ જામનગર જિલ્લમાં ધો.10 માં 18198, ધો.12 સામાન્ય પ્રવાહમાં 7776, ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1572 વિધાર્થી પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા 90 પરીક્ષા સ્થળ પર 17 કેન્દ્રમાં 927 બ્લોકમાં લેવામાં આવશે. ધો.10 માં સોમવારે ગુજરાતી અને ધો. 12 માં સહકાર પંચાયત, નામાના મૂળતત્વોનુ પેપર લેવાશે. પરીક્ષામાં ચોરીના દૂષણને ડામવા ચેકીંગ સ્કવોડ કાર્યરત રહેશે.

    આ પણ વાંચો: મધ્યાહ્ન ભોજનમાં ખામી ન રહે એની અધિકારીઓ ચિંતા કરે : જીતુ વાઘાણી

    બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને બેઠક વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા, જાહેરનામાનો અમલ, બિલ્ડીંગો પર લાઈટ પાણીની વ્યવસ્થા, એસ.ટી.બસ સમયસર આવે તે તમામ વ્યવસ્થા અને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: આદિવાસીઓના વિરોધ બાદ સરકારે તાપી-નર્મદા રિવર લિંક યોજના કરી સ્થગિત, જાણો કેમ?

    પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. પ્રથમ દિવસે રિસીપ ખોવાઈ જવી, પરીક્ષા કેન્દ્રમાં મોડૂ પહોંચવું તથા બેઠક વ્યવસ્ત અંગેના પ્રશ્નોની ફરિયાદ કંટ્રોલ રૂમને મળી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Board exam, Jamnagar City, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन