ટેંકરરાજ પાછુ આવ્યું: જામનગરમાં પાણીનાં અછતવાળા ગામોમાં ટેંકર મોકવાશે

News18 Gujarati
Updated: December 25, 2018, 11:00 AM IST
ટેંકરરાજ પાછુ આવ્યું: જામનગરમાં પાણીનાં અછતવાળા ગામોમાં ટેંકર મોકવાશે
પ્રતિકાત્મક તસવીર

જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

  • Share this:
થોડા વર્ષો પહેલા સરકારે એવી જાહેરાત કરી હતી કે ગુજરાતને અમે “ટેંકરરાજ”માંથી મુક્તિ અપાવી છે પણ આ વર્ષે વરસાદ ઓછો પડતા અછતની સ્થિતિ સર્જાઇ છે અને જામનગર જિલ્લામાં જે ગામોમાં પાણીની તંગી સર્જાય ત્યાં ટેંકર દ્વારા પાણી પુરુ પાડવાની સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

જિલ્લાની પાણી સમિતિની અને અછતગ્રસ્ત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર રાજેન્દ્વ સરવૈયાએ જણાવ્યું કે જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યુ હતુ. જામનગર જિલ્લામાં બે તાલુકાને અર્ધઅછતગ્રસ્ત જાહેર કરેલા છે જેમાં ધ્રોલ અને જોડિયાનો સમાવેશ કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદા માંથી ૩૮ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૯ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવા માંથી ૧૪ એમ.એલ.ડી. આમ કુલ ૬૧ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૧૮ એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદા માંથી ૪૧.૫૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૭૬.૫૦ એમ.એલ.ડી. આમ કુલ ૧૧૮ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,.નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના પેટા-વિભાગ (જામનગર) દ્વારા ફુલઝર (કો.બા) સિંચાઇ યોજના, દ્વારા ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પીવાના પાણીની અછત હોવાથી જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે બાંધવામાં આવેલ ફુલઝર (કો.બા) જળ સંપત્તિ યોજનાના જળાશયમાં હાલ ઉપલબ્ધ રહેલા પાણીના જથ્થાને પીવાના હેતુસર પાણી પુરવઠા વિભાગની માંગ અનુસાર સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલો છે.
First published: December 25, 2018
વધુ વાંચો
अगली ख़बर