Home /News /kutchh-saurastra /

Jamnagar: પશુઓને શ્રેષ્ઠ ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળે તે માટે સરકાર કટીબદ્ધ, જાણો કોણે આપ્યું એવું નિવેદન

Jamnagar: પશુઓને શ્રેષ્ઠ ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળે તે માટે સરકાર કટીબદ્ધ, જાણો કોણે આપ્યું એવું નિવેદન

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કરી મહત્વની બેઠક

રાજ્યના પશુપાલકોને તેમના પશુઓ માટેની સારી ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ વધુ સારી તૈયાર કરવા માટ?

    જામનગર: રાજ્યના પશુપાલકોને તેમના પશુઓ માટેની સારી ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ વધુ સારી તૈયાર કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જે અંતર્ગત આજે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે રાજયકક્ષાના પશુપાલન મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમા વધુ ત્રણ અધ્યતન મકાનોના ઇ-લોકાર્પણ કર્યા હતા. અમદાવાદના મકરબા ખાતે પશુપાલન સંકુલ, સુરતના માંડવી ખાતે બુલ મધર ફાર્મ તેમજ સુરત ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નવનિર્મિત મકાનના આજે ઇ-લોકાર્પણ મંત્રીના કાર્યાલયમાંથી કરવામાં આવ્યા છે.

    કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે ઇ-લોકાર્પણ કરતા કહ્યુ કે લોકાર્પણ થયેલા સુવિધાસભર નવનિર્મિત મકાનોથી રાજ્યમાં પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધન સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. સુરત જીલ્લામાં રૂપિયા 231.42 લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાન “ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી”નું ઈ-લોકાર્પણ થયું જેના થકી પશુઓમાં કૃત્રિમ બીજદાન અને જાતીય આરોગ્ય કેમ્પની અગત્યની કામગીરી થશે. તે ઉપરાંત સુરતના માંડવી ખાતે મહેસાણી ભેંસો માટે રૂપિયા 807.50 લાખના ખર્ચે તૈયાર થયેલ નવિન બુલ મધર ફાર્મનો મુખ્ય હેતુ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારમાં પશુઓલાદ સુધારણાનો છે. જેમાં અંદાજે 300 પશુઓનાં વૈજ્ઞાનિક ઢબે નિભાવ કરવામાં આવનાર છે.

    આ ઉપરાંત અમદાવાદના મકરબા ખાતે 1302 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુપાલન ભવન ખાતે ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારી માટેની બેઠક વ્યવસ્થા ઉપરાંત કોન્ફરન્સ હોલ (ડાઈનીંગ હોલ સાથે) વેકસીન કોલ્ડ સ્ટોરેજ તથા રેકર્ડ સાચવણી માટે કોમ્પેકટર સહિતની સુવિધા ઉભી કરવામા આવી છે.

    મંત્રીએ ઉમેર્યુ કે, પશુપાલન એ કૃષિ સાથે જોડાયેલો અભિન્ન વ્યવસાય છે. રાજયના પશુપાલકોને મદદરૂપ થવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો હાથ ધર્યા છે. વર્ષ 2002થી શરૂ થયેલા પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 67,600 થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓના આયોજન દ્વારા 2.75 કરોડથી વધુ નિ:શુલ્ક ૫શુ સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા છેલ્લાં પાંચ વર્ષમાં 10 નવીન વેટરીનરી પોલીક્લીનીક્સ અને 1 નવીન પશુ રોગ અન્વેષણ એકમ સ્થાપવામાં આવ્યા છે. પશુપાલકોને ગામબેઠાં પશુ સારવાર સેવાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 4500 થી વધુ ગામોને આવરી લઇ 460 મોબાઇલ પશુદવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે, આ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 23 લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવત

    આકસ્મિક પશુ સારવાર તેમજ માલિક વિહોણા પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ કુલ 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે ઓક્ટોબર, 2017થી અત્યાર સુધીમાં કુલ 3.70 લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.

    તેમણે વધુમા ઉમેર્યુ કે, પશુ ચિકિત્સા સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે પણ રાજ્ય સરકાર દ્વારા અપાયેલ મહત્વને કારણે છેલ્લા પંદર વર્ષમાં રાજ્યમાં કુલ 4,595 કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના થઇ છે તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં 275.45 ટકા વધારો થયો છે. કૃત્રિમ બીજદાન સાથે જાતીય આરોગ્ય કેમ્પનાં આયોજન દ્વારા પશુઓના જાતીય રોગનાં નિરાકરણ લાવી પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ 2008-09થી વર્ષ 2020-21 સુધીમાં 32,900થી વધુ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

    આ પણ વાંચો:અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર અને પછી...

    મંત્રીએ કહ્યુ કે, પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તી જળવાય રહે તેમજ ગર્ભમાં રહેલ બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્રારા પશુપાલકોના ગાભણ પશુઓ માટે ખાણદાણ આપવાની સહાયકારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 26 કરોડના ખર્ચે 91,600 થી વધુ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર