જામનગર: કાલાવડ પંથકમાં સગીરા પર ગંજી ગેંગના ચાર સભ્યોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

News18 Gujarati
Updated: October 28, 2020, 9:38 AM IST
જામનગર: કાલાવડ પંથકમાં સગીરા પર ગંજી ગેંગના ચાર સભ્યોએ આચર્યું સામુહિક દુષ્કર્મ
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન

ચારેય નરાધમોએ સગીરાની એકલતાનો લાભ લઇને તેણીના મોઢે ડૂચો દઈને વારાફરથી ગેંગરેપ કર્યો હતો.

  • Share this:
કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લામાં ગેંગરેપ (Kalavad Gangrape Case)ની બે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ કાલાવડ પંથકમાં ત્રીજી ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. અહીં એક આદિવાસી સગીરા પર ચાર લોકોએ દુષ્કર્મ આચર્યું છે. 21 સપ્ટેમ્બરના રોજ એક સગીર સહિત ચાર લોકોએ સગીરા (Teenager) પર વારફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ સખ્સો ગંજી ગેંગના સભ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે કાલાવડ તાલુકાના પીપર ગામ ખાતે એક સગીરા પર ચાર નરાધમોએ વારાફરથી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે (Kalavad Rural Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે સગીરા કાલાવડના પીપર ગામ ખાતેની એક વાડીમાં પરિવાર સાથે રહે છે. પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે, જે અહીં રહીને મજૂરીકામ કરે છે. 20મી ઓક્ટોબરના રોજ શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરી વાડીના મકાનમાં એકલી ઊંઘી રહી હતી તે દરમિયાન રાત્રે દારૂના નશામાં ચકચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ તેણીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. આરોપીઓમાં એક શખ્સ સગીર વયનો છે. ચારેય નરાધમોએ સગીરાની એકલતાનો લાભ લઇને તેણીના મોઢે ડૂચો દઈને વારાફરથી ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ ચારેય ભાગી ગયા હતા.

આ પણ વાંચો: કચ્છમાં પ્રચાર દરમિયાન શંકરસિંહનું વિવાદિત નિવેદન, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી, ઉમેદવાર બનાવવામાં આવે છે'

આ મામલે સગીરાએ પોતાના માતાપિતાને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં ગંજી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. જેમાં મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ચોખલી ગામના વતની દિનેશ કેરમસિંગ કટારીયા, પનેરી ગામના હી-મેન ચેતનસિંગ બગેલ આદિવાસી, બળીજીરા ગામ જોબટ તાલુકાના વતની સુનિલ ગુલાબસિંગ અજનાર આદિવાસીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 'ચીપકલી' ગેંગની ધરપકડ, ગરોળીની જેમ દીવાલ પર ચઢીને ચોરીને અંજામ આપતા હતા

તમામ સામે આઇપીસી કલમ 376 (ડી)(એ), 506-2 તથા પોક્સો એક્ટની કલમ 4-8 મુજબ ગેંગરેપનો ગુનો નોંધવામાં આવ્યો છે. અટકાયત બાદ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. આ કેસમાં સંડોવાયેલા 16 વર્ષના સગીરની પણ પોલીસે અટકાયત કરીને તેને બાળ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.આ પણ જુઓ-

આ સાથે જ પોલીસે પીડિત સગીરાને મેડિકલ તપાસ માટે જામનગરની જી.જી. હૉસ્પિટલમાં ખસેડી હતી. અહીં સગીરા પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો હતો. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં તાજેતરમાં જ બળાત્કારની બે ઘટના બની હતી. આ કેસની શાહી સૂકાઈ નથી ત્યારે વધુ એક સામુહિક ગેંગરેપની ઘટના બનતા જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.
Published by: Vinod Zankhaliya
First published: October 28, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading