Home /News /kutchh-saurastra /

જામનગરમાં ગાંધીજીનાં હત્યારા ગોડસેની પ્રતિમા મુકાઈ, કોંગ્રેસ પ્રમુખે તોડી રોષ કર્યો વ્યક્ત

જામનગરમાં ગાંધીજીનાં હત્યારા ગોડસેની પ્રતિમા મુકાઈ, કોંગ્રેસ પ્રમુખે તોડી રોષ કર્યો વ્યક્ત

ગોડસેની પ્રતિમા કરી ખંડિત

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેના પુણ્યતિથિ નિમિત્તે નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચાર કરાયા હતા. ગોડસેનાં મૃત્યુ બાદ પણ  ન મારા થા, ન મરેગા,  સદીઓ તક જિંદા રહેગા નાં  સૂત્રને સાર્થક કરવા હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થઈને નારાઓ લગાવ્યા હતા.

વધુ જુઓ ...
  કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ સેનાએ સ્થાપિત કરી ગોડસેની પ્રતિમાનું સ્થાપન કરતા જ વિવાદ વકર્યો હતો. પ્રતિમા મુકાયાના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ દિગુભા અને કોંગી કાર્યકરોએ જઈ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરી રોષ ઠાલવ્યો છે. જેને લઇને વાતાવરણ પણ ગરમાયું છે.

  જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેના પુણ્યતિથિ નિમિત્તે નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી સૂત્રોચાર કરાયા હતા. ગોડસેનાં મૃત્યુ બાદ પણ  ન મારા થા, ન મરેગા,  સદીઓ તક જિંદા રહેગા નાં  સૂત્રને સાર્થક કરવા હિન્દુ સેનાના સૈનિકો એકત્રિત થઈને નારાઓ લગાવ્યા હતા.

  જામનગરમાં 8 સપ્ટેમ્બર 2021 નાં રોજ હિન્દુ સેનાની અગત્યની બેઠક મળેલી જેમાં 15 નવેમ્બર 2021 નાં રોજ ગોડસે ની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમા બેસાડી ભારતના યુવા ધન ને રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ માટે ખપી જવું પડે કે ફાસી નાં માચડે ચડવું પડે તો પણ ખચકાવું નહિ તેવો સંદેશો આપી બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવે હતી.

  આ બેઠક દરમ્યાન વર્તમાન યુગ માં યુવાઓ દબાયેલા છે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ને જગાડવા માટે ગોડસે પ્રેરણા રૂપ બનશે. એટલુ જ નહિ યુવાઓ માં જોમ , જુશો અને રાષ્ટ્ર, ધર્મ પ્રત્યે ની જાગૃતતા લાવવા આયોજન કરવા હિન્દુ સેનાના સૂત્રધારોએ આહ્વાન કર્યું હતું.

  જામનગરમાં ગોડસે ની પ્રતિમા ને લઇ અનેક બાદ વિવાદો થયા હતા, વિધ્નો આવ્યા હતા, તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરેલ હતી પરંતુ સુધી કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિત માં કોઈ જવાબ ન મળતાં હિન્દુ સેનાએ કાલાવડ નાકા પાસે આવેલ દુધિયા હનુમાન આશ્રમ ખાતે જગ્યા માં ગોડસે ની પ્રતિમ સ્થાપિત કરવામાં આવી હતી.

  તંત્ર પાસે હિન્દુસેનાએ કહ્યું છે કે, જાહેર માં પ્રતિમા બેસાડવાની માંગણી કાયમી રહેશે, આ  કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુ ની ખાસ હાજરી માં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલ ના માર્ગદર્શન થી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા,  ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ધીરેન નંદા, જયેશ પિલ્લાઈ, પાર્થ ચોવતિયા, પૃથ્વી વાઢેર, જીમી ભરડવા, ,  દિનેશ કેશવાલા ,જતીન ઠાકોર, અર્જુન, રામુ, વાશુ વગેરે સૈનિકોની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસે ની પ્રતિમા 15 નવેમ્બર 2021 નાં દરબારગઢ પાછળ દુધિયા હનુમાન આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરી હતી.

  કોંગ્રેસ પ્રમુખે પ્રતિમા તોડી વિરોધ કર્યો
  જામનગરમાં હિન્દુ સેના દ્વારા સ્થાપિત કરાયેલ નાથુરામ ગોડસે ની પ્રતિમા તળે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોંગ્રેસી નગરસેવક તેમજ કાર્યકર સાથે પહોંચી ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થર વડે ખંડિત કરી તોડી નાખી છે અને કોંગ્રેસ પ્રમુખે આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે કાયદો કાયદાનું કામ કરે નહીંતર કોંગ્રેસ આ પ્રકારની પ્રવૃત્તિ ક્યારે પણ સાંખી નહીં લે. આજે ગોડસે ની પ્રતિમા ખંડિત કરી છે અને આવનારા સમયમાં આવા સંગઠનો સામે દેશદ્રોહ જેવા ગુના લગાડી તેમજ આવા સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી અને રાષ્ટ્રપિતાના અપમાન કરવા અંગે કાર્યવાહી કરવા માગણી કરી છે.

  હિન્દુ સેનાએ જામનગરમાં સ્થાપિત કરેલી નાથુરામ ગોડસે ની પ્રતિમા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખંડિત કરી વિરોધ વ્યક્ત કરતા હાલ આ મુદ્દો ગરમાયો છે. ત્યારે આગામી સમયમાં કડાકા ભડાકા થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Gandhiji Assassin, Godse Statue Placed in Jamnagar, Jamnagar News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन