નવા વર્ષના પ્રથમ દિવસે કેવું રહેશે જામનગરનું હવામાન, જાણો આજનો વેધર રિપોર્ટ
વર્ષ 2022ના પ્રથમ દિવસના હવામાનની વાત કરીએ તો જામનગરમાં નવા વર્ષનો પ્રથમ દિવસ ઠંડીભર્યો રહ્યો હતો. તાપમાનનો પારો 15.5 ડિગ્રી રહ્યો હતો. જો કે આજે પણ ભારે પવન ફૂંકાશે તેવું ડીઝાસ્ટર કંટ્રોલનું કહેવું છે
Jamnagar news: આજથી નવા વર્ષની શરૂઆત થઇ રહી છે. સામાન્ય જનતાની સાથે ધરતી પુત્ર પણ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વર્ષે ખેતીને માફક રહે તેવું હવામાન રહે. વર્ષ 2022ના પ્રથમ દિવસના હવામાનની વાત કરીએ તો જામનગરમાં નવા વર્ષનો પ્રથમ દિવસ ઠંડીભર્યો રહ્યો હતો. તાપમાનનો પારો 15.5 ડિગ્રી રહ્યો હતો. જો કે આજે પણ ભારે પવન ફૂંકાશે તેવું ડીઝાસ્ટર કંટ્રોલનું કહેવું છે. પવનની ગતિ 8 કિમી પ્રતી કલાકની રહેશે જેના કારણે આખો દિવસ ભારે ઠંડો પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે.
વાત કરીએ જામનગરના હવામાનની તો જામનગર તાપમાનનો પરો એક ડિગ્રી ગગડ્યો છે અને 15.5 સુધી પહોંચી ગયો છે. તો મહત્તમ તાપમાન 24 રહેશે, આ સિવાય હવામાં 80 ટકા ભેજનું પ્રમાણ રહેશે. અને પવનની ગતિ 8 કિમી પ્રતી કલાકની રહેશે તેમ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી જણાવવામા આવ્યું છે. પવનની ગતિ ભારે રહેવાને કારણે લોકોને આખો દિવસ ઠંડીનો અનુભવ થશે.
વરસાદથી રવિ પાકને નુકશાન
પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર