Home /News /kutchh-saurastra /

આ મેથીપાક ખાવાથી દુ:ખાવો દૂર થાય છે, શિયાળામાં ખાવાથી દૂર થશે સાંધાનો દુખાવો, જુઓ કેવી રીતે થાય છે તૈયાર

આ મેથીપાક ખાવાથી દુ:ખાવો દૂર થાય છે, શિયાળામાં ખાવાથી દૂર થશે સાંધાનો દુખાવો, જુઓ કેવી રીતે થાય છે તૈયાર

આ

આ મેથીપાક ખાવાથી દુ:ખાવો દૂર થાય છે, શિયાળામાં સંધાના દર્દીઓએ તો જુઓ આ વીડિઓ 

આજે અમે વાત કરવાનાં છીએ અનેક ગુણોથી ભરપૂર એવા મેથીપાક વિશે. જામનગરમાં બનતા આ મેથીપાક ખાવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે, એટલું જ નહીં 

    સંજય વાઘેલા, જામનગર: દેશમાં હાલ શિયાળો શરુ થઈ ગયો છે, કહેવાય છે કે શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. લોકો શિયાળાની શીતળ સવારમાં વોકિંગ, કસરત કરી સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન આપે છે. તો કેટલીક એવી પણ અયોગ્યસ્પ્રદ વાનગીઓ છે જે ખાસ શિયાળામાં જ ખાવામાં આવે છે. આ વાનગીઓ આરોગ્યકારી હોય છે, જેમ કે અડદિયા, મેથીપાક વગેરે. આજે અમે વાત કરવાનાં છીએ અનેક ગુણોથી ભરપૂર એવા મેથીપાક વિશે. જામનગરમાં બનતા આ મેથીપાક ખાવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે, એટલું જ નહીં ચિકનગુનિયાના દર્દીઓ માટે મેથીપાક અકસીર ઈલાજનું કામ મેથીપાક કરે છે.

    જામનગરમાં ઇન્દ્રસ્પદ ટાવરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે શીખંડ સમ્રાટ નામની મીઠાઈની દુકાન જ્યાં તૈયાર થાય છે આ ગુણકારી મેથીપાક. આ સ્પેશ્યલ મેથીપાક બનાવતા જુગલભાઈ ચોટાઇનું કહેવું છે કે શિયાળામાં મેથીપાક તો બધા બનાવે છે પરંતુ અમે જે મેથીપાક બનાવીએ છીએ તેમાં આઠ પ્રકારના ઓસળિયા નાખીએ છીએ. આ ઓસળિયાને જ કારણે સંધાના દુખાવામાં રામબાણ ઈલાજનું કામ કરે છે.

    આ પણ વાંચો: સુરત: અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસી આપવાની માંગ

    કેવી રીતે થાઈ છે તૈયાર ?

    આ ખાસ પ્રકારનો મેથીપાક તૈયાર કરતા જુગલભાઈનું કહેવું છે કે સૌપ્રથમ એક કડાઈમાં અમે શુદ્ધ દેશી ઘી નાખીએ છીએ. ત્યારબાદ ગુંદ, કાળા મરી, સફેદ મરી ફ્રાય કરીએ છીએ. ત્યારબાદ ઘઉનો લોટ અને ઘી નાખીએ છીએ. લોટ અને ઘીને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં મેથી પાવડર અને વિવિધ ઓસળિયા નાખવામાં આવે છે. ત્યારબાદ ગોળ પણ નાખવામાં આવે છે. ત્યારબાદ પાંચથી છ મિનિટ મિક્સ કરવામાં આવે છે જ્યાં સુધીમાં ઘી ઉપર ન આવી જાય. અને છેલ્લે મેથીપાક તૈયાર થઈ ગયા બાદ તેની ઉપર ગુંદ, કાળા અને સફેદ મરી નાખવામાં આવે છે.

    આ પણ વાંચો: નરેશ પટેલનું મોટું નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

    જુગલભાઈનું કહેવું છે કે અમદાવાદ, રાજકોટ સહીત અનેક જગ્યાએથી અમને મેથીપાક, અડદિયા વગેરે મીઠાઈના ઓર્ડર આવે છે. અમે 10થી 15 કિલો રેગ્યુલર બનાવીએ છીએ. દેશમાં હાલ શિયાળો શરુ થઈ ગયો છે, કહેવાય છે કે શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. લોકો શિયાળાની શીતળ સવારમાં વોકિંગ, કસરત કરી સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન આપે છે. તો કેટલીક એવી પણ અયોગ્યસ્પ્રદ વાનગીઓ છે જે ખાસ શિયાળામાં જ ખાવામાં આવે છે. આ વાનગીઓ આરોગ્યકારી હોય છે, જેમ કે અડદિયા, મેથીપાક વગેરે. આજે અમે વાત કરવાનાં છીએ અનેક ગુણોથી ભરપૂર એવા મેથીપાક વિશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, Winter food, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन