જામનગરઃ પોલીસ કર્મચારી ઉપર સસરાએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં સિદ્ધરાજસિંહ જાડેજા ફરજ બજાવે છે. જેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

News18 Gujarati
Updated: October 5, 2019, 9:25 PM IST
જામનગરઃ પોલીસ કર્મચારી ઉપર સસરાએ છરી વડે કર્યો જીવલેણ હુમલો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 5, 2019, 9:25 PM IST
રવિ બુદ્ધદેવ, જામનગરઃ સામાન્ય રીતે પોલીસ કર્મચારીઓ (police)જનતા ઉપર હુમલો કરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બન્યા છે. જોકે, જામનગરમાં (Jamnagar)પોલીસ કર્મચારી ઉપર છરી વડે હુમલો થયાની ઘટના બનતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. છરીના હુમલાથી ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં (G.G. Hospital)ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજી સુધી કોઇ ફરિયાદ થઇ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં (Jamnagar Police Headquarters) સિદ્ધરાજસિંહ જાડેજા ફરજ બજાવે છે. આજે શનિવારે સિદ્ધરાજસિંહ જાડેજા ઉપર એક વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરીને વ્યક્તિ ફરાજ થઇ ગયો હતો. છરીના હુમલાથી સિદ્ધરાજસિંહ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-કંડલા ખાતે ફર્નિચર પાર્ક બનાશે; રોજગારીનું સર્જન થશે: મનસુખ માંડવિયા

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સિદ્ધરાજસિંહ જાડેજા ઉપર તેના સસરાએ જ હુમલો કર્યો હતો. પારિવારીક માથાકુટમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસનું પ્રાથમિક માનવું છે. આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. જોકે, પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પોલીસ કર્મચારી ઉપર જ ખૂની હુમલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ દંડ ભરવાનું કહેતા મહિલાએ પોલીસ સાથે કરી મારામારી, viral video

ઉલ્લેખનયી છે કે, હવે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા થવાની ઘટના વધતી જતી હોય એમ તાજેતરમાં સુરતમાં પણ ટ્રાફિક પોલીસ ઉપર મહિલાએ હુમલો કરીને મારામારી કરી હતી.
Loading...

આ પણ વાંચોઃ-વૃષ્ટિ-શિવમના ગુમ થવાનો મામલો: પોલીસે આખી સાબરમતી નદી ફેંદી મારી

ટ્રાફિક પોલીસે કારમાં બ્લેક ફિલ્મ હોવાના કારમે રોકીને દંડ ભરવાનું કહ્યું હતું. અને આ મહિલા દંડ ભરાવનું સાંભળતા જ ઉશ્કેરાઇ હતી અને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ગાળાગાળી કરીને મારામારી ઉપર ઉતરી આવી હતી. ત્યારબાદ નાટકીય રીતે બેભાન થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના બાદ મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...