રાજ્યમાં જાણે ધરતીપુત્રોની માઠી બેઠી હોય એકતો વરસાદ ઓછો પડ્યો છે, તો બીજી બાજુ સરકાર તરફથી પણ કોઇ મદદ ન મળતાં ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. વારંવાર સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોનો હિંમત હારીને આપઘાતનો નિર્ણય લઇ લેતા હોય છે. સરકાર ખેડૂતો માટે કરોડોની યોજનાઓ અને લાભ આપવાનો દાવો કરી રહી છે. જેની બીજી તરફ ગામડાના ખેડૂતો પાક નિષ્ફળ જતાં આપઘાત જેટલું દર્દનાક પગલું ભરતા પણ ખચકાતા નથી. આવી જ વધુ એક ઘટના જામનગરના ધ્રોલથી સામે આવી છે. પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના ધ્રોલના મોટા ઈટાળા ગામે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી દીધુ છે.
ખેડૂતના પરિવારના જણાવ્યા અનુસાર, મૃતક ખેડૂતનું નામ રમેશ નાથા ડુંગરા. જેણે પોતાની વાડીમાં જ ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી દીધુ છે. ખેતીમાં પાક નિષ્ફળ જતા માથે દેવું વધી ગયું હતું, જેને પગલે ખેડૂતે આપઘાત કરી લીધો છે.
ખેડૂતે મરતા પહેલા એક સ્યુસાઈડ ચીઠ્ઠી લખી છે. આ ચીટ્ઠીમાં લખવામાં આવ્યું છે કે, 'હું રમેશ મારે સરકાર દેવું વધી જવાથી આ પગલું ભરૂ છું, મારા છોકરાઓનો કોઈ દોષ નથી તેને હેરાન ના કરશો'
મૃતક ખેડૂતની ચિટ્ઠી
પોલીસે આ મુદ્દે ઘટના સ્થળ પર પહોંચી બોડીને પોસ્ટ માર્ટમ માટે મોકલી દીધી છે. અને આપઘાતનો મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે
તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે દુષ્કાળ, પાક નિષ્ફળ જવાથી કે દેવામાં ડૂબી જવા સહિતના કારણોને લીધે ખેડૂતોનાં મોત અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો. આ આંકડા એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર