Home /News /kutchh-saurastra /

વરસાદી તારાજી બાદ જામનગરમાં વધી રહ્યો છે રોગચાળો, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો

વરસાદી તારાજી બાદ જામનગરમાં વધી રહ્યો છે રોગચાળો, ડેન્ગ્યુના કેસમાં સતત વધારો

જામનગરના ધુવાવ ગામમાં ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘુસી ગયા હતા

જામનગર જિલ્લા પર જાણે મેઘરાજા વધુ મહેરબાન હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. ચોમાસાના (Moonson) ત્રણ મહિના બાદ ભાદરવા મહિનામાં આવેલા વરસાદે હાલાર પંથક(Halar Panthak)માં ભારે તારાજી સર્જી હતી

    જામનગર: જામનગર જિલ્લા પર જાણે મેઘરાજા વધુ મહેરબાન હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. ચોમાસાના (Moonson) ત્રણ મહિના બાદ ભાદરવા મહિનામાં આવેલા વરસાદે હાલાર પંથક(Halar Panthak)માં ભારે તારાજી સર્જી હતી અને જળ ત્યાં પાણી જેવી સ્થિતિ કરી નાખી હતી. જો કે ભારે વરસાદ બાદ હાલારવાસીઓ પર એક બીજી મુસીબત ત્રાટકી છે, વરસાદ બાદ વિસ્તારમાં રોગચાળો (Epidemic) ફાટી નિકળ્યો હતો.

    ભારે વરસાદ બાદ જામનગર જિલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને વાહકજન્ય રોગ જેવા કે ડેંગ્યુ, મલેરિયા અને ચીકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્યતંત્ર દ્વારા મહાઅભિયાનો ચલાવીને રોગચાળાને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. પરંતુ આ સમયે જામનગરવાસીઓએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

    આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં ચાલુ વર્ષ 2021માં જાન્યુઆરીથી અત્યારસુધીમાં ઝેરી મેલેરિયાના બે કેસ, અને સાદા મેલેરિયાના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ડેંગ્યુના 35 કેસ નોંધાયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 20 દિવસમાં જ ડેંગ્યુના છ કેસ નોંધાતા તંત્ર સાબદુ બની ગયું છે. શહેરી વિસ્તારમાં ચિકનગુનિયાના કોઇ કેસ નોંધાયા નથી. તો ચિંતાની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં સાદા મેલેરિયાના 125 કેસ નોંધાયા છે.

    આ પણ  વાંચો: No Vaccine No Entry: અમદાવાદમાં સવારથી AMCનું ચેકિંગ, રસી ન લેનારાઓને સ્થળ પર અપાઇ વેક્સિન

    અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ બાદ જનતાએ જાતે જ જાગૃત થઇને રોગચાળા દરમિયાન તમામ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. ઘરમાં મચ્છરોનું ઉપદ્રવ ન થાય તે માટે ખાસ કાળજી રાખવી જોઇએ. તથા દવાનો છંટકાવ કરાવવો જોઇએ. તથા સૌથી ખાસ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રાખવી જોઇએ.

    જામનગર શહેર તથા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ઘરે ઘરે દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે. તથા જે ગામડા પૂર પ્રભાવિત થયા હતા ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dengue, Epidemic, Rains, જામનગર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन