Home /News /kutchh-saurastra /ટૂ વ્હીલરની GJ10DL ગોલ્ડન-સિલ્વર નંબરની હરરાજી, જાણો નિયમ અને તારીખ

ટૂ વ્હીલરની GJ10DL ગોલ્ડન-સિલ્વર નંબરની હરરાજી, જાણો નિયમ અને તારીખ

ટૂ વ્હીલરની GJ10DL ગોલ્ડન-સિલ્વર નંબરની હરરાજી, જાણો નિયમ અને તારીખ

વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાંનો ઘણા લોકોને શોખ હોઈ છે, આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ હરરાજી કરવામાં આવતી હોઈ છે.

    સંજય વાઘેલા, જામનગર: આજના ટેક્નોલોજી(Technology)ના યુગમાં વાહનો(Vehicle)ની સંખ્યા કરોડોમાં છે, અને દરરોજ લાખોની સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોઈ છે. વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાંનો ઘણા લોકોને શોખ હોઈ છે, આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ હરરાજી કરવામાં આવતી હોઈ છે. (jamnagar)આ હરરાજીમાં વાહન માલિકને પસંદગીના નંબર મળી જાય અને આરટીઓને લાખો રૂપિયાની કમાણી થઇ જાય છે. ઘણા એવા પણ લોકો હોઈ છે જેઓ વાહન કરતા પસંદગીના નંબર(Vehicle Number)મેળવવાં પાછળ આંખ બંધ કરીને પૈસા ખર્ચે છે. વિવિધ જિલ્લા RTO ટૂ વ્હીલ અને ફોર વ્હીલની નવી નવી સીરીઝ બહાર પાડતી હોઈ છે. આ નવી સીરીઝમાં ખાસ નંબર હોઈ છે જે માટે હરરાજીનું આયોજન કરવામાં આવતું હોઈ છે, ત્યારે પસંદગીના નંબર મેળવવાં માટે ક્યા અને કેવી રીતે અરજી કરવી તે અંગે આવો વિગતે સમજીએ.

    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર માટેની જીજે-10-ડીએલ સીરીઝના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો 01-04-2022થી 13-04-2022 તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો 14-04-2022 થી 15-04-2022 અને ઇ-ઓકશનનું પરિણામ તારીખ 15-04-2022ના રોજ રાત્રે 12 કલાકે રહેશે.

    આ પણ વાંચો: રાજકોટ પોલીસ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓના સંતાનોને દત્તક લેશે

    આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ

    પ્રથમwww.parivahan.gov.inવેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.
    વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે.

    આ પણ વાંચો: ગુજરાત: વિધાનસભાની ચૂંટણી પહેલાં તૂટી શકે કોંગ્રેસ, ભાજપમાં જોડાઇ શકે અશ્વિન કોટવાલ

    ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन