Home /News /kutchh-saurastra /

જામનગર: જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી

જામનગર: જરૂરિયાતમંદોને કપડાં વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી

જામનગરમાં

જામનગરમાં દિવાળીની ઉજવણી

દરેક વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર કિશાન કોંગ્રેસનાં કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ગરીબો અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી પોતાનું જીવ?

    જામનગરઃ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર (Jamnagar news) કિશાન કોંગ્રેસનાં કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ગરીબો અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી પોતાનું જીવન ગુજારનાર લોકોને નવા કપડાંનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

    આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી જીવન ગુજારનાર લોકોને નવા કપડાંનું દાન આપી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કર્ણદેવસિંહે જણાવ્યું કે જે લોકો પૈસેટકે સુખી સંપન્ન છે તેઓ ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરશે, પરંતુ સમાજમાં કે આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેઓ માટે તમામ દિવસો સામાન્ય બની જતા હોઈ છે, ત્યારે છેલ્લા 20 વર્ષથી ગરીબો, ભીક્ષાવૃત્તિ કરતા લોકો અને જેલમાં બંધ મહિલા કેદીઓને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમ અંતર્ગત અંધાશ્રામ, વૃદ્ધાશ્રમ, જિલ્લા જેલમાં મહિલા કેદી તથા તેમના બાળકો, તથા ભીક્ષાવૃત્તિ કરતા લોકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા.
    First published:

    Tags: Diwali celebration, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन