Home /News /kutchh-saurastra /

જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, ઘોડિયા સાથે નીકળી બહાર, live video viral

જામનગર ગાયનો હુમલો સીસીટીવી, માતા બાળકની તસવીર

Jamnagar news: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે (jamnagar cow attack) રહેણાક મકાનમાં ગાય ઘુસી ગઈ હતી. અને નાના બાળક સહિત મહિલા ઉપર હુમલો કરતા (cow attack) નાશભાગ મચી ગઈ હતી.

  કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં (Jamnagar news) રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્ર કાયમની ઉપાધિમાં કોઈ રાહત આપી શકતું નથી. રસ્તે કનડગત કરતા રખડતા ઢોર હવે ઘરમાં ઘૂસીને આતંક (stray cattle tarror) મચાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારની ડેરા ફળી વિસ્તારમાં ઘરમાં ઢોરના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ (cow attack cctv video) થઈ છે. અને તેના દ્રશ્યો પણ હૃદય હચમચાવી ઊઠે એવા છે. ઘરમાં નાના બાળકને ઘોડિયામાંથી બહાર ઢસડીને ગાય લઈ આવી હતી. અને સદભાગ્યે બાળકનો આબાદ બચાવ થયો હતો. જોકે આ સમગ્ર દ્રશ્યો ખૂબ જ ભયાવહ હતા.

  જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે  રહેણાક મકાનમાં ઢોર ઘુસી ગયું હતું. રહેણાંક મકાનમાં ગાય ઘુસી જતા જ ઘરમાં નાશ ભાગ મચી જવા પામી હતી અને આ નાસભાગમાં એક મહિલા પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  આ સમગ્ર ઘટના દરમિયાન ઘરમાં ચાર માસના ઘોડિયામાં સુતા જ્યાંશું નામના બાળક ને ઢોર ભૂરરાટે ચડતા બહાર લાવ્યું હતું. જોકે રામ રાખે તેને કોણ ચાખે તેમ સદભાગ્યે નાના બાળકને કંઈ જ થયું ન હતું.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

  આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અગાઉ પણ જામનગરમાં રખડતા ઢોરના ત્રાસથી મહિલા અને એ ઉપરાંત બીજી પણ અનેક એવી ઘટનાઓ બની હતી કે જેમાં લોકોને ઢોરના ત્રાસનો ભોગ બનવો પડ્યો હોય.  આ પ્રકારના બનાવ બાદ તંત્ર કરવાની નક્કર કામગીરી કરી શકતું નથી. અને માત્ર કરવા ખાતર નિયમો બનાવી કામગીરી કર્યાનો સંતોષ માને છે. પરંતુ ઢોરના ત્રાસથી શહેરીજનો પરેશાન જ છે. ત્યારે આ સમસ્યાનો કાયમી નિવેડો આવે તે અત્યંત જરૂરી છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

  જામનગર શહેરમાં અત્યાર સુધી રખડતા ભટકતા ઢોરનો ત્રાસ રસ્તા ઉપર હતો પરંતુ હવે આ રસ્તે રઝળતી રંજાડ લોકોના ઘર સુધી પહોંચી રહી છે. અને લોકોના જીવ પણ જોખમમાં મુકાઇ રહ્યા છે.

  આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

  ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ચૂંટણીના ઢંઢેરામાં બહાર પડ્યા મુજબ વર્તમાન ભાજપ શાસિત મહાનગરપાલિકાના સત્તાધીશો ઢોરના કાયમી ત્રાસ અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં લાગણી અને માંગણી ઉઠી રહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: CCTV footage, CCTV Video, Jamnagar News

  આગામી સમાચાર