Home /News /kutchh-saurastra /

Jamnagar: ચેતી જજો! બુસ્ટર ડોઝ લીધો હોવા છતાં કલેક્ટર પોઝિટિવ, આટલા રાજકીય નેતાઓ થયા સંક્રમિત

Jamnagar: ચેતી જજો! બુસ્ટર ડોઝ લીધો હોવા છતાં કલેક્ટર પોઝિટિવ, આટલા રાજકીય નેતાઓ થયા સંક્રમિત

હવે ચેતજો: બુસ્ટર ડોઝ લીધો હોવા છતાં કલેક્ટર પોઝિટિવ, આટલા રાજકીય નેતાઓ આવી ગયા

Jamnagar coronavirus update: કોરોના કેટલો વકર્યો છે એ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કલેક્ટરથી (Collector) લઈને પાથરણાવાલા, શાકભાજીની લારી સંચાલકોના ટેસ્ટિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓના કોરોના રિપોર્ટ પણ હવે પોઝિટિવ (corona positive) આવી રહ્યા છે.

વધુ જુઓ ...
    Jamnagar news: જામનગર જિલ્લામાં છેલ્લા એક જ સપ્તાહમાં કોરોનાના કેસ (jamnagar corona update) સિંગલ ડિજિટમાંથી સીધા જ ત્રણ ડિજિટમાં આવી ગયાં છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં દરરોજ સરેરાશ 100થી 150ની આસપાસ પોઝિટિવ કેસ (coronavirus case) નોંધાઈ રહ્યા છે. કોરોના કેટલો વકર્યો છે એ વાતનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કલેક્ટરથી (Collector) લઈને પાથરણાવાલા, શાકભાજીની લારી સંચાલકોના ટેસ્ટિંગ કરતા કોર્પોરેશનના અધિકારીઓના કોરોના રિપોર્ટ પણ હવે પોઝિટિવ આવી રહ્યા છે. આ અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોઈ તેઓએ રિપોર્ટર કરાવી લેવો.

    જામનગર જિલ્લામાં શુક્રવારે શહેર અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા હતા, આ સાથે જ જામનગર જિલ્લામાં કોરોનાના હાલ 800 થી વધુ એકટીવ કેસ થઇ ગયાં છે. એટલું જ નહીં જામનગરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. કોર્પોરેશન અને પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરમાં 6 લાખ 10 હજાર 400 લોકોના અને ગ્રામ્ય પંથકમાં 5 લાખ 41 હજાર 800 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે.

    આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

    અનેક નેતાઓ અને અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

    કોરોનની ત્રીજી લહેરમાં શરૂઆતમાં જ અનેક રાજકીય નેતાઓ અને કોરોનાને રોકવા માટે દિવસ રાત કામ કરતા અધિકારીઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. જામનગરમાં કલેક્ટર સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, થોડા સમય પહેલા જ પારઘીએ બુસ્ટર ડોઝ લીધો હતો તેમ છતાં તેઓ પોઝિટિવ આવ્યા છે.

    આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

    તેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી રાજભા પણ કોરોના પોઝિટિવ થયા છે, આ સિવાય જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મેયર અમીબેન પારેખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનીયારા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, Gujarati news, Jamnagar News

    આગામી સમાચાર