જામનગરમાં ખુબ જ જાણીતી ચાંદી બજારમાં એક યુગલ વાંધાજનક ક્રિડા કરતુ સીસીટિવી કેમેરામાં કેદ થયું છે. જોત જોત જોતામાં આ યુગલનો વાંધાજનક સીસીટિવી વીડિઓ સમગ્ર શહેરમાં વાયરલ બન્યો છે. શહેરના લોકો આ યુગલ વિશે જ વાત કરી રહ્યા છે. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
સંજય વાઘેલા, જામનગર: સામાન્ય રીતે પાર્ક કે બગીચામાં રંગરેલીયા મનાવતા યુવક યુવતી(Couple)ના અનેક કિસ્સા તમેં સાંભળ્યા હશે, પરંતુ ભર બજારે ક્રિડા કરતા યુવક-યુવતીની ઘટના જામનગર(Jamnagar)માં સામે આવી છે.જામનગરમાં ખુબ જ જાણીતી ચાંદી બજાર (Chandibazar)માં એક યુગલ વાંધાજનક ક્રિડા કરતુ સીસીટિવી કેમેરામાં(CCTV viral) કેદ થયું છે. જોત જોત જોતામાં આ યુગલનો વાંધાજનક સીસીટિવી વીડિઓ સમગ્ર શહેરમાં વાયરલ બન્યો છે. શહેરના લોકો આ યુગલ વિશે જ વાત કરી રહ્યા છે. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે, સંસ્કારી નગરી જામનગરમાં રહેતા કેટલાક લોકો આ વાતને કલંકિત ગણાવી રહ્યા છે, તો કેટલાક ટીકળખોર લોકો તો આ પુરુષ-મહિલા કોણ હતું તે અંગે તપાસ કરવામાં રસ લઇ રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?
બપોરના સમયે દુકાનો બંધ રાખવાની સૌરાષ્ટ્રમાં વર્ષો જૂની પરંપરા છે, ખાસ કરીને રવિવારે તો અડધો દિવસ દુકાનો બંધ કરી વેપારીવર્ગ પરિવાર સાથે હારવા ફરવા નીકળી પડે છે. જામનગર શહેરના મધ્યમાં આવેલા ચાંદીબજાર બુગદામાં રવિવાર હોવાને કારણે સમગ્ર વિસ્તાર સૂમસામ હતો. જામનગર શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના-ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે બપોર બાદ મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ રવિવારના સમી સાંજના સમયે એક મહિલા અને પુરૂષ બુગદામાં ધૂસી ગયા હતા અને તેમને કેમેરાનો ખ્યાલ ન હોય તેમ કેમેરા સામે જ આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી હતી. આ બધી ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જે બાદમાં ધીમે ધીમે વાયરલ થતા ચાંદીબજારના વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે.
ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે, સંસ્કારી નગરી જામનગરમાં રહેતા કેટલાક લોકો આ વાતને કલંકિત ગણાવી રહ્યા છે, તો કેટલાક ટીકળખોર લોકો તો આ પુરુષ-મહિલા કોણ હતું તે અંગે તપાસ કરવામાં રસ લઇ રહ્યા છે. બીજી બાજુ વેપારીવર્ગનું કહેવું છે કે ચાંદીબજારની સુરક્ષા પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર