જામનગરના બસ સ્ટેન્ડમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વિદ્યાર્થીને માર્યો ઢોર માર: VIDEO

News18 Gujarati
Updated: January 11, 2019, 6:54 PM IST
જામનગરના બસ સ્ટેન્ડમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, વિદ્યાર્થીને માર્યો ઢોર માર: VIDEO

  • Share this:
રવિ બુદ્ધદેવ, જામનગર

જામનગર બસસ્ટેન્ડના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, આ ફૂટેજમાં વિદ્યાર્થીને કેટલાક લુખ્ખા તત્ત્વો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. 7-8 શખ્સો અપડાઉન કરતાં વિદ્યાર્થી પર તુટી પડ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતા વિદ્યાર્થીઓમાં ભયની લાગણી ફેલાઇ હતી.

અહીં ક્લિક કરી વાંચો Freeમાં મળશે Honorનો 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન, બસ કરવાની છે એક કોમેન્ટ

શું છે વીડિયોમાં ?

જામનગર બસ સ્ટેન્ડના અંદાજે એક મિનિટના સીસીટીવી સામે આવ્યા છે, આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે એક વિદ્યાર્થી જેના ખભે કોલેજ બેગ હતી, તેના પર કેટલાક શખ્સો પટ્ટે-પટ્ટે હુમલો કરી રહ્યાં છે, જોત જોતામાં આખુ ટોળું વિદ્યાર્થીને માર મારી રહ્યું છે. વિદ્યાર્થીના શર્ટના બટન તૂટી ગયા છે. કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે પડી માર ખાઇ રહેલા વિદ્યાર્થીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લુખ્ખા તત્વો બેફામ વિદ્યાર્થીને માર મારી રહ્યાં છે.

વિદ્યાર્થીઓમાં ભયની લાગણી
Loading...

વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર પંચથમાં ચર્ચા જાગી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે બસ સ્ટેન્ડમાં લુખ્ખાગીરી કરતાં શખ્સો વિરુદ્ધ પોલીસને જાણ કરાઇ હતી, જો કે પોલીસ કોઇ પગલા લીધા નથી. જામનગર બસ સ્ટેન્ડે અપડાઉન કરતાં હજારો વિદ્યાર્થીઓ આવે છે, એવામાં બસસ્ટેન્ડમાં જ દાદાગીરી કરતાં લુખ્ખા તત્વો સામે કોઇ પગલા ન લેવાતા ભયની લાગણી ફેલાઇ છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...