Home /News /kutchh-saurastra /

જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર

જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર

જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર

વલ્લભ ધારવિયાએ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાશે

    જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવિયા ચૂંટાયા હતા. જોકે તેમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેના કારણે આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

    જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ માટે 28 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. જ્યારે ફોર્મ ખેંચવાની તારીખ 8 એપ્રિલ છે. 23 એપ્રિલના રોજ મતદાન થશે અને 23 મે ના રોજ પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલના રોજ લોકસભા-2019 માટે પણ મતદાન થવાનું છે.

    આ પણ વાંચો - કોંગ્રેસની વધુ એક વિકેટ પડી, જામનગર ગ્રામ્યના MLA વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું

    ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા સિવાય ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly, By election, Jamnagar Rural, Jamnagar Rural Assembly, Jamnagar Rural Assembly Constituency

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन