Home /News /kutchh-saurastra /

જામનગર: ખેડૂત ચિંતામાં, ટેકાના ભાવે મગફળી ક્યાં જઈ વેંચવી?

જામનગર: ખેડૂત ચિંતામાં, ટેકાના ભાવે મગફળી ક્યાં જઈ વેંચવી?

જામનગર જીલ્લાનો જગતનો તાત મગફળીના સારા ઉત્પાદન પછી પણ બાપડો અને બિચારો બન્યો...

જામનગર જીલ્લાનો જગતનો તાત મગફળીના સારા ઉત્પાદન પછી પણ બાપડો અને બિચારો બન્યો...

જામનગરના માર્કેટિંગ યાર્ડમાં બારદાનના અભાવે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી પણ ૧૧ દિવસથી મગફળીની ખરીદી થતી નથી ખેડૂતો પારવાર મુશ્કેલીમાં મુકાયા.

જામનગર જીલ્લાનો જગતનો તાત મગફળીના સારા ઉત્પાદન પછી પણ બાપડો અને બિચારો બન્યો છે. યાર્ડમાં મગફળીની ખરીદી માટે સરકારી નિયમ મુજબ રજીસ્ટેશન કરાવી દીધું છે પરતું આ યાર્ડ માં ૧૦-૧૦ દિવસથી ખરીદી થતી નથી. તેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ક્યા વેંચવા જવી તેની ચિંતામાં જગતનો તાત મુકાયો છે. ખેડૂત કહે છે કે સરકાર ટેકા ભાવે મગફળી ખરીદી ચાલુ કરશે કે નહિ. ખરીદી શરુ ક્યારે કરશે તેનો કોઈ જવાબ યાર્ડમાંથી મળતો નથી તેથી ખેડૂતો ના છુટકે વેપારીઓને ઓછા ભાવે મગફળી વેચવાનો વખત આવ્યો છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં ૨૫ ૧૦.૧૭થી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ કરી હતી. ત્યારે છેલ્લા ૧૨ દિવસથી ખરીદ કરેલ ૧૮ હાજર ગુણી મગફલીઓ યાર્ડમાં ભરાવો થયો હોવાનું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું. તેઓ ખરીદી બંધ કરવાનું કારણ એવું આપેલ હતું કે મગફળી ખરીદીના બારદાનનો સ્ટોક ખલાશ છે. બીજી તરફ મગફળીનો જથ્થો ક્યા રાખવો તે પણ એક પ્રશ્ન ગંભીર ઉભો થયો છે. જેથી બારદાન અને સ્ટોક રાખવાની ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. તેથી મગફળીની ખરીદી બંધ કરેલ છે.

જામનગર અને જામજોધપુર બન્ને યાર્ડમાં મગફળીની ખરીદી બંધ છે જેનાથી બે તાકુલાના ખેડૂતોને હવે મોં સુધી આવેલ કોળીયો જુટવાઈ જશે. જો બે કે ત્રણ દિવસમાં કોઈ નિર્ણય સરકાર નહિ લે તો ટેકાના ભાવે મગફળીની ખરીદીના મુદ્દે રસ્તા ઉપર ઉતરી આવે તો નવાઈ નહિ.
First published:

Tags: Gujarat goverment, Peanuts, Support price, ખેડૂત, જામનગર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन