Jamnagar News : જામનગરમાં (Jamnagar) આરોપી દ્વારા પોલીસ સ્ટેશનમાં (Jamnagar Police Station) જ PI પર હુમલો કરવાની ઘટનાને લઈને પોલીસ બેડા અને શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગત વર્ષે નોંધાયેલા દારૂ સબંધિત ત્રણ કેસને લઈને આરોપી બુટલેગરે કોર્ટમાં સરન્ડર કર્યું હતું, ત્યારબાદ પોલીસે તેની વિધિવત અટકાયત કરી (Jamnagar Bootlegger Attacked PI in Police Station) પોલીસ સ્ટેશન લઇ આવી કાર્યવાહી હાથ ધારી હતી આ દરમ્યાન આરોપીએ પીઆઈ પર હુમલો કરી હાથની આંગળીમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી, ત્યારબાદ એક હાથમાં ખુલી હાથ કડી સાથે આરોપીએ જાતે જ પોતાનું માથું દીવાલમાં અથડાવી ઈજા પહોચાડી ધમાલ મચાવી હતી.
પોલીસ પર હુમલો કરનાર આરોપી કોણ છે ?
સીટી એ ડિવિઝન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ 32 રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી. આરોપી સામે ગત વર્ષે 3195 બોટલ દારૂ, 215 અને 12 બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.
PI પર હુમલો કરી પોતે દિવાલમાં માથું પછાડ્યું
હવે બન્યું એવુ કે PI જલુ અને તેમનો સ્ટાફ નિયમ મુજબ આરોપી મહાવીરસિંહની પૂછપરછ કરી રહ્યા હતા, આ દરમ્યાન આરોપી મહાવીરસિંહ ઉશકેરાઈ ગયો અને હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગ્યું હતું.
પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચર
ત્યારબાદ પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વિગેરેએ આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી દીધો જેના કારણે પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં ઇજા પહોંચી છે.
પોલીસ સ્ટેશનમાં જ પોલીસ પર હુમલાની ઘટનાને લઈને સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનામાં ઘાયલ PI જલુ તેમજ આરોપીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા આરોપી સામે વધુ ગુના નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર