જામનગરમાં પૂનમ માડમની જમાવટે કોંગ્રેસના મુળુભાઇના ‘મૂળિયાં’ઉખાડ્યાં

News18 Gujarati
Updated: May 23, 2019, 2:28 PM IST
જામનગરમાં પૂનમ માડમની જમાવટે કોંગ્રેસના મુળુભાઇના ‘મૂળિયાં’ઉખાડ્યાં
ગ્રાફિક્સ

ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીતનો પડચમ લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહેલા મુળુભાઇ કંડોરિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ લોકસભા ચૂંટણીના પરિણામો એક પછી એક ભાજપ તરફી જીતના પત્તા ખોલી રહ્યા છે. ત્યારે જામનગર લોકસભા બેઠક ઉપર પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. ભાજપના ઉમેદવાર પૂનમ માડમે જીતનો પડચમ લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહેલા મુળુભાઇ કંડોરિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની જામનગર લોક સભા બેઠક આ વખતે ઘણી રસપ્રદ બની હતી. કેમ કે, પાટીદાર નેતા હાર્દિક પટેલે આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કહ્યું હતું પણ હાઇકોર્ટે તેમની સજા સામે સ્ટે ન આપતા હાર્દિક ચૂંટણી લડી શક્યા નહીં પણ હાર્દિક પટેલે આ બેઠક પર ખુબ પ્રચાર કર્યો હતો. ભાજપનાં ચાલુ સાંસદ પૂનમ માડમની સામે કોંગ્રેસે મુળુભાઇ કંડોરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ બંને ઉમેદવારો આહિર છે.

દેશમાં સંરક્ષણની દ્રષ્ટિ સંવેદનશીલ ગણાતી જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. ૧૯૪૯માં દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્ર સ્ટેટની રચના કરવામાં આવ્યા બાદ તેના સૌ પ્રથમ ગર્વનરનો હવાલો જામનગરના રાજવી મહારાજા દિગ્વિજય સિંહજીને સોંપાયો હતો. દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના વૈવિધ્યને કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સુર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. આ બેઠક ઉપર સૌ પ્રથમ સંસદસભ્ય તરીકે મેજર જનરલ મહિપતસિંહજી બિનહરીફ ચુંટાયા હતાં.

આ પણ વાંચોઃ-બેઇમાનીએ ભાજપને જીતાડ્યુંઃ હાર્દિક પટેલ ; અલ્પેશ કહ્યુ- ગરીબોની જીત

જામનગરની બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જામનગર લોકસભાની બેઠક પર ૧૯૬૨ થી ૨૦૧૪ સધીમાં આઠ વખત કોંગ્રેસ છ, વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીની જીત થઈ છે. જામનગર લોકસભા બેઠકમાં કુલ 1656006 મતદારો છે જેમાં 856751 પુરુષ મતદારો છે અને 799231 મહિલા મતદારો છે.
First published: May 23, 2019, 2:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading