જામનગરઃ ત્રિપલ સવારી જતા યુવકો બળદ સાથે અથડાયા, એકનું મોત

News18 Gujarati
Updated: February 11, 2019, 2:04 PM IST
જામનગરઃ ત્રિપલ સવારી જતા યુવકો બળદ સાથે અથડાયા, એકનું મોત
પ્રતિકાત્મક તસવીર

જામનગરના ચેલા-ચંગાથી પીપળી રોડ ઉપર ત્રિપલ સવારી સાથે જતું બાઇક બળદ સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રોને ઇજા પહોંચી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જામનગરના ચેલા-ચંગાથી પીપળી રોડ ઉપર ત્રિપલ સવારી સાથે જતું બાઇક બળદ સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રોને ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકની હાલત ગંભીર જણાવવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરમાં ગોકુલનગર, રામનગર-6, શંકરના મંદિરની સામે રહેતાં 27 વર્ષીય હિતેશ દેસુરભાઇ કંડોરીયા નામના યુવાન અને તેમના બે મિત્રો ભરભાઇ અને મનોજભાઇ બાઇક લઇને ત્રિપલ સવારીમાં સર પી.એન. માર્ગ પીપળી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે અંધારાના કારણે બાઇક બળદ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ત્રણેય મિત્રોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિતેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક મિત્રની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-રાજકોટ મ્યુનિ. કોર્પોનું રૂ.2126 કરોડનું બજેટ મંજૂર, શહેરને મળશે 7 ઓવરબ્રિઝ

અન્ય એક મિત્રને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવની મૃતકના ભાઇ રાજેશભાઇએ પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી છે.
First published: February 11, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading