Home /News /kutchh-saurastra /

જામનગરમાં પૂનમ માડમની જમાવટ રહેશે કે કોંગ્રેસનાં મુળુભાઇ ‘મૂળિયાં’ નાંખશે ?

જામનગરમાં પૂનમ માડમની જમાવટ રહેશે કે કોંગ્રેસનાં મુળુભાઇ ‘મૂળિયાં’ નાંખશે ?

જામનગર બેઠક

દેશમાં સંરક્ષણની દ્રષ્ટિ સંવેદનશીલ ગણાતી જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે

  ન્યૂઝ18 ગુજરાતી: સૌરાષ્ટ્રની જામનગર લોક સભા બેઠક આ વખતે ઘણી રસપ્રદ બની છે. કેમ કે, પાટીદાર નેતા હાર્દિક પટેલે આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કહ્યુ હતુ પણ હાઇકોર્ટે તેમની સજા સામે સ્ટે ન આપતા હાર્દિક ચૂંટણી લડી શક્યા નહીં પણ હાર્દિક પટેલે આ બેઠક પર ખુબ પ્રચાર કર્યો છે. ભાજપનાં ચાલુ સાંસદ પૂનમ માડમની સામે કોંગ્રેસે મુળુભાઇ કંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવારો આહિર છે.

  દેશમાં સંરક્ષણની દ્રષ્ટિ સંવેદનશીલ ગણાતી જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. ૧૯૪૯માં દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્ર સ્ટેટની રચના કરવામાં આવ્યા બાદ તેના સૌ પ્રથમ ગર્વનરનો હવાલો જામનગરના રાજવી મહારાજા દિગ્વિજય સિંહજીને સોંપાયો હતો. દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના વૈવિધ્યને કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સુર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. આ બેઠક ઉપર સૌ પ્રથમ સંસદસભ્ય તરીકે મેજર જનરલ મહિપતસિંહજી બિનહરીફ ચુંટાયા હતાં.

  જામનગરની બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જામનગર લોકસભાની બેઠક પર ૧૯૬૨ થી ૨૦૧૪ સધીમાં આઠ વખત કોંગ્રેસ છ, વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીની જીત થઈ છે. જામનગર લોકસભા બેઠકમાં કુલ 1656006 મતદારો છે જેમાં 856751 પુરુષ મતદારો છે અને 799231 મહિલા મતદારો છે.

  જામનગર બેઠકનાં જાતિગત સમિકરણો:

  આ બેઠક પર ખાસ કરીને પટેલો (2.52 લાખ મતો). મુસ્લિમો (2.10 લાખ મતો), આહિરો (1.71 લાખ મતો), સતવારા (1.20 લાખ મતો), બ્રાહ્મણો (83000 મતો) અને લોહાણાનાં 64,000 મતો છે. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો આહિર ઉમેદવારને ટિકીટ આપે છે.


  જામનગર લોકસભા મત વિસ્તારમાં કયા પ્રશ્નો છે ?

  જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પીવાના પાણીનો કાયમી પ્રશ્ન વિકટ રહે છે, નર્મદાના નીર હજુ તમામ વિસ્તારો સુંધી પહોંચ્યા નથી. જોડિયામાં દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનાં પ્લાન્ટને જાહેર કરાયાં છે. પરંતુ કયારે શુધ્ધપાણી મળશે તે કહેવું મુશ્કેલ છે. ખેડૂતોને પાક વિમાનો પ્રશ્ન ગંભી છે. ખાસ કરીને, જમીન પામણીમાં ગોટાળાને કારણે ખેડૂતોમાં નારાજગી છે. સ્થાનિક બ્રાસ પાર્ટનો ઉદ્યોગમાં ખાસ તેજી નથી. અન્ય નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે. એર કનેક્ટિવીટી પૂરતી નથી.

  કોની-કોની વચ્ચે છે જંગ ?

  ભાજપે વર્તમાન સાંસદ પુનમબેનન માડમને રિપિટ કર્યા છે તો ભાજપે મુળુભાઇ કંડોરિયાને ટિકીટ આપી છે.

  અનુમાન:

  વર્તમાન સાંસદ સતત લોકોને વચ્ચે રહ્યા છે તે તેમનું જમા પાસુ છે. ઉમેદવારની છાપ અને મજબુત સંગઠન તેમના પક્ષે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની મોટી વસ્તી છે. જમીન માપણીના સર્વે સહિતના અનેક પ્રશ્નોથી ત્રસ્ત છે તેનો લાભ કોંગ્રેસને મળી શકે તેમ છે. શિક્ષિત યુવાનોની બેરોજગારી પણ મહત્વનો મુદ્દો બને તો નવાઇ નહીં. હાર્દિક પટેલનાં પ્રચારથી ભાજપની પરંપરાગત વોટબેંક કોંગ્રેસ તરફ જાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે ચાર બેઠકો જીતી હતી જ્યારે ભાજપ પાસે ત્રણ બેઠકો જીતી હતી. જો કે, લોકસભાની ચૂંટણી પહેલા જામનગર ગ્રામ્ય બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા ભાજપમાં જોડાઇ ગયા છે. આ બેઠક પર બંને આહિર ઉમેદવારો વચ્ચે ખરાખરીને જંગ જામશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Battle, Between, Gujarat Lok sabha election 2019, Jamnagar S06p12, Lok sabha election 2019, Saurashtra gujarat lok sabha election 2019, જામનગર

  આગામી સમાચાર