Home /News /kutchh-saurastra /

જામનગર: ભૂકંપ, વાવાઝોડું કે કોરોના આવે, આ હનુમાન મંદીરમાં 58 વર્ષથી વાગે છે અખંડ રામધૂન

જામનગર: ભૂકંપ, વાવાઝોડું કે કોરોના આવે, આ હનુમાન મંદીરમાં 58 વર્ષથી વાગે છે અખંડ રામધૂન

જય

જય શ્રી રામ ! ભૂકંપ, વાવાઝોડુ કે પછી કોરોના આવે, જામનગરના બાલા હનુમાન મંદિર

જામનગર શહેરના હૃદયમાં એટલે કે વચ્ચે આવેલું બાલા હનુમાનજી મહારાજનું મંદિર પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. દિવસ રાત ચાલતી આ અખંડ રામધૂનને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.

    જામનગર: ગુજરાતનું પેરિસ ગણાતા જામનગર શહેરને છોટાકાશી પણ કહેવામાં આવે છે. જામનગર શહેર વિવિધતાઓથી ભરેલું શહેર છે. અહીં ખાવા-પીવાથી લઈને હારવા ફરવા માટે અનેક સ્થળો છે. તો અનેક પૌરાણિક મંદિરો પણ આવેલા છે. જામનગર શહેરના હૃદયમાં એટલે કે વચ્ચે આવેલું બાલા હનુમાનજી મહારાજનું મંદિર પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવીખ્યાત છે. ભૂકંપ આવે કે વાવાઝોડું કે પછી કોરોના મહામારી, છેલ્લા 58 વર્ષથી અહીં અખંડ રામ ધૂન ચાલે છે.

    કેવી રીતે થઈ શરૂઆત ?

    જામનગરમાં આવેલા તળાવની પારના કાંઠે સ્થિત બાલા હનુમાનજી મહારાજના મંદિરે તારીખ 01/08/1964ના રોજ આ અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ, જય રામ, જય જય રામ અખંડ રામ ધૂન શરુ કરવામાં આવી હતી. ત્યારથી લઈને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 20,935 દિવસ થઈ ચુક્યા છે. અને હજું પણ અખંડ રામધૂન ચાલુ જ છે. દિવસ રાત ચાલતી આ અખંડ રામધૂનને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.

    દરેક આફતમાં પણ ચાલુ રહે છે રામધૂન

    છેલ્લા 58 વર્ષથી દિવસરાત ચાલતી આ અખંડ રામધૂન ભૂકંપ આવે કે વાવાઝોડું કે પછી કોરોના જેવી મહામારી આવે પરંતુ મંદિરના પરિશરમાં સતત રામધૂન ચાલુ રહે છે. હાલમાં જ કોરોના મહામારી દરમ્યાન પણ રામધૂન ચાલુ જ હતી જો કે ભક્તોને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો પરંતુ મંદિરના સંચાલકો દ્વારા રામધૂન ચાલુ રખાઈ હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hanuman Temple, Jamnagar News, Local News, News in Gujarati, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन