Home /News /kutchh-saurastra /

જામનગરમાં વૃદ્ધ દંપતીને રખડતી રંજાડે ખંડિત કર્યું, મૃતક વૃદ્ધના પરિવારે કહ્યું કે, રખડતી રંજાડનો કાયમી નિવેડો લાવો

જામનગરમાં વૃદ્ધ દંપતીને રખડતી રંજાડે ખંડિત કર્યું, મૃતક વૃદ્ધના પરિવારે કહ્યું કે, રખડતી રંજાડનો કાયમી નિવેડો લાવો

જામનગરના ઢોરે ઢિક મારવાની આ ઘટનામાં વૃદ્ધ દંપતી ખંડિત થયું છે

જામનગરના ઢોરે ઢિક મારવાની આ ઘટનામાં વૃદ્ધ દંપતી ખંડિત થયું છે. ઢોરની ઢિકે ચડેલા વૃદ્ધ દામજીભાઈ સારવાર દરમિયાન મોતને ભેટયા છે અને તેમની પત્ની પથારીવશ બન્યા છે. ત્યારે મૃતકના પુત્ર નિલેશ બુસા અને પરિવારજનો પણ આ પ્રકારના ઢોરના ત્રાસથી અન્ય લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર પાસે રખડતી રંજાડની સમસ્યા હલ થાય તે માટે માગણી કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં રખડતી ઢોર (Stray cattle)ની રંજાડ શહેરીજનોને હફેક્ટ લઈ મોતને ઘાટ ઉતારી રહી છે. ત્યારે તાજેતરમાં જ એકટીવા સાથે નીકળેલા વૃદ્ધ દંપતી રસ્તે રઝળતા ખુટીયાનો શિકાર બની ખંડિત થયું છે. જામનગર શહેર (Jamnagar City)માં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ હવે હાઈવે સુધી પણ પહોચ્યો છે, અને આવા જ એક કિસ્સામાં જામનગરમાં વસવાટ કરતા એક વૃદ્ધનો ભોગ લેવાયો છે. રસ્તે રઝળતા ઢોરના કારણે જામનગરના લોકો અનેક તકલીફો વેઠી થી રહ્યા છે, અને અવાર-નવાર રસ્તે રઝળતી રંજાડ લોકોને રીતસરની બાનમાં લે છે.

    જામનગર શહેરના ઓશવાળ-2માં રહેતા 75 વર્ષીય દામજીભાઈ બુસા નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે 9 માર્ચના રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા. ત્યારે ખીજડીયા બાયપાસ નજીક આવેલી વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવી ચડયો હતો, જેમાં વૃદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને તેમની સાથે રહેલા વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક દામજીભાઈ બુસા નામના વૃદ્ધ ને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રખડતી રંજાડનો ભોગ બનીને કોમામાં રહેલા વૃદ્ધ દામજીભાઈ ભાનમાં આવ્યા ન હતા. અને તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો- સુરત: આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા

    જામનગરના ઢોરે ઢિક મારવાની આ ઘટનામાં વૃદ્ધ દંપતી ખંડિત થયું છે. ઢોરની ઢિકે ચડેલા વૃદ્ધ દામજીભાઈ સારવાર દરમિયાન મોતને ભેટયા છે અને તેમની પત્ની પથારીવશ બન્યા છે. ત્યારે મૃતકના પુત્ર નિલેશ બુસા અને પરિવારજનો પણ આ પ્રકારના ઢોરના ત્રાસથી અન્ય લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર પાસે રખડતી રંજાડની સમસ્યા હલ થાય તે માટે માગણી કરી રહ્યા છે.

    આ પણ વાંચો- Betting racket Surat: દુબઇથી ઓપરેટ થતાં સટ્ટા રેકેટનો પર્દાફાસ, સુરતના બે બુકી ઝડપાયા 14 વોન્ટેડ

    જામનગરમાં અવારનવાર રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેર ઉપરાંત હવે હાઇવે ઉપર પણ રખડતા ઢોરના ત્રાસથી લોકો જીવ ખોઈ રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારમાં માત્ર ઢોર પકડવાની કામગીરીથી સંતોષ માનવાને બદલે રખડતા ઢોરના માલિકો સામે કાગળ ઉપર નહીં પરંતુ વાસ્તવિકતામાં કામગીરી થાય તો વધુ ઢોરના ત્રાસના ભોગ લોકો બનતા ચોક્કસ અટકી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Jamnagar Police, જામનગર સમાચાર

    આગામી સમાચાર