Home /News /kutchh-saurastra /Jamnagar: હજું પણ ભલાઈનો જમાનો ગયો નથી હો, 108ના કર્મચારીએ આપ્યો પુરાવો !

Jamnagar: હજું પણ ભલાઈનો જમાનો ગયો નથી હો, 108ના કર્મચારીએ આપ્યો પુરાવો !

હજું પણ ભલાઈનો જમાનો ગયો નથી હો, 108ના કર્મચારીએ આપ્યો પુરાવો !

પ્રેરણાત્મક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જ્યાં 108માં ફરજ બજાવતા કર્મચારીઓએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ મોબાઈલ, લેપટોપ સહિત રોકડ રકમ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

    સંજય વાઘેલા, જામનગર: આજના યુગમાં એવુ કહેવામાં આવે કે જાણે ભલાઈનો તો જમાનો જ રહ્યો નથી, ગળાકાપ હરીફાઈના યુગમાં લોકોના હૃદય(Heart)માં સેવાભાવ કે નિષ્ઠા રહી નથી, માણસ(Human) સંબંધ કરતા પૈસા(Money)ને વધુ મહત્વ આપતો થઇ ગયો છે. જો કે કેટલાક લોકો હજું પણ છે જેઓ માટે ઈમાનદારી પૈસા કરતા વધુ મહત્વની છે, પગાર કે આવક ભલે ઓછી હોઈ પરંતુ ખોટું કરવાની લાલચ ક્યારેય જાગી નથી. આવો જ એક પ્રેરણાત્મક કિસ્સો જામનગર(Jamnagar)માં સામે આવ્યો છે, જ્યાં 108માં ફરજ બજાવતા કર્મચારીઓ(Ambulance staff)એ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ મોબાઈલ, લેપટોપ સહિત રોકડ રકમ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

    વાત એવી છે કે હંમેશા અકસ્માત સમયે સૌથી પહેલા એમ્બ્યુલન્સ સ્ટાફ પીડિત વ્યક્તિ પાસે પહોંચે છે. એ સમયે અકસ્માત ગ્રસ્ત વ્યક્તિ સુદબુદ્ધ ખોઈ ચુક્યા હોઈ છે, જેઓને પોતાના સમાન અંગે કોઈ ભાન રહેતું નથી, આવા સમયે તેમના કિંમતી સમાનની ચોરી થવી અથવા ખોવાઈ જવાની ઘટના બનતી હોઈ છે, પરંતુ 108 સ્ટાફ જે તે વ્યક્તિનો જીવ બચાવવાંની સાથે સાથે વ્યક્તિનો સમાન પણ સાચવીને રાખે છે અને પરત કરે છે. જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને ત્યારે જ ત્યાંથી કોલ પર જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ જેમાં ઈ.એમ.ટી. કલ્પેશભાઈ કંથારીયા તેમજ પાઈલોટ કેશુભાઈ કારેણાએ બાઈક ચાલક વિજયભાઈની ગંભીર સ્થિતી જોઈ તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ તેઓની સારવાર ચાલુ કરી હતી અને હોસ્પિટલ ખસેડ્યા અને દર્દીના સબંધીને ફોન કરી જાણ કરી હતી.

    આ પણ વાંચો: રાજકોટ : બોર્ડની પરીક્ષા આપી રહેલી દીકરીએ પેટ્રોલ છાંટીં કર્યું અગ્નિસ્નાન
    " isDesktop="true" id="1194783" >

    આ પણ વાંચો:  ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકોને મોટી ભેટ, બદલી સહિતના નિયમો તૈયાર

    અક્સ્માતનો ભોગ બનનાર વિજયભાઈ પાસે અકસ્માત વેળાએ લેપટોપ, મોબાઈલ, રોકડ રકમ સહિતની કિમંતી વસ્તુઓ હતી જે તમામ મુદ્દામાલ 108ના સંનિષ્ઠ કર્મીઓ દ્વારા વિજયભાઈના સગાને પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. આ તમામ કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે 108ના પ્રોજેક્ટ મેનેજર બિપિન ભેટારીયાએ 108ની ટીમને બિરદાવી હતી. સમાજમાં આવા ઈમાનદાર લોકોને કારણે અન્ય લોકોને પણ પ્રેરણા મેળવવી જોઈએ અને નિશ્વાર્થ ભાવે એક બીજાની મદદ કરવી જોઈએ.108માં ફરજ બજાવતા કર્મચારીઓએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ મોબાઈલ, લેપટોપ સહિત રોકડ રકમ પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar News, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन