બોર્ડની પરીક્ષા દરમ્યાન કોપિયર મશીન બંધ રાખવાનો શું છે નિયમ, જાણો શું થશે કાર્યવાહી?
બોર્ડની પરીક્ષા દરમ્યાન કોપિયર મશીન બંધ રાખવાનો શું છે નિયમ, જાણો શું થશે કાર્યવાહી?
બોર્ડની પરીક્ષા દરમ્યાન કોપિયર મશીન બંધ રાખવાનો શું છે નિયમ, ભંગ બદલ શું થાય કાર
સમગ્ર ગુજરાતમાં યોજનારી આ મહત્વની પરીક્ષા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક નિયમો અને પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગરમાં બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા કેન્દ્રની આપસપાસ ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સંજય વાઘેલા, જામનગર: હવે બોર્ડની પરીક્ષા(Board Exams)નો સમય આવી ગયો છે, લાખો વિદ્યાર્થી (student)પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાના ઉદેશ્યથી આ પરીક્ષા આપશે, વિદ્યાર્થીઓના ભાવિ માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ખુબ જ મહત્વની હોઈ છે. આ માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ખુબ જ મહેનત કરતા હોઈ છે. સમગ્ર ગુજરાતમાં યોજનારી આ મહત્વની પરીક્ષા માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે કડક નિયમો અને પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગરમાં બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા કેન્દ્રની આપસપાસ ઝેરોક્ષ મશીન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે એસ.એસ.સી અને એચ.એસ.સીની પરીક્ષાના કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં પરીક્ષા સમયે કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
વિગત એવી છે કે આગામી તારીખ 28/03/2022 થી 12/04/2022 સુધી એસ.એસ.સી SSC અને HSCની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા શાંતિથી લેવાય તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણને અટકાવવાના હેતુથી પરીક્ષાના તમામ કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતાં ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા(સરકારી/અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તારીખ 28/03/2022 થી 12/04/2022 (તારીખ 2, 3, 10/04/2022ની રજાઓ સિવાય) સવારના 10 થી 4 કલાક સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.