Home /News /kutchh-saurastra /

કૃષિ મંત્રી રાઘવજી પટેલનો 24 કલાકમાં તેમના હોમ ટાઉન જામનગરમાં જ બે વખત વિરોધ

કૃષિ મંત્રી રાઘવજી પટેલનો 24 કલાકમાં તેમના હોમ ટાઉન જામનગરમાં જ બે વખત વિરોધ

રાઘવજી પટેલનો વિરોધ

કૃષિ મંત્રીને ધુળેટીના પર્વે સપડા ગામમાં રાત્રે જ પૂર્વ સરપંચ અને સ્થાનિકોનો વિરોધ થતાં તેઓને સમજાવવા પડ્યા હતા. આ ઘટનાને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં જામનગરના ખીજડીયા પાસે સુજલામ સુફલામ યોજનાના કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને ફરી એકવાર સ્થાનિક મહિલાઓ દ્વારા સ્ટેજ નજીક પહોંચી પ્રશ્નોની છડી વરસાવતા આક્રોશ સાથે ફરી એકવાર મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો તેના જ મતવિસ્તારના ગ્રામ્ય પંથકમાં બે વખત 24 કલાકમાં વિરોધ થયો છે. હોળી ધુળેટીના પર્વ બાદ ધૂળેટીના દિવસે ગઈકાલથી જ જામનગર જિલ્લાની મેરેથોન મુલાકાતે આવેલા રાજ્યના કૃષિ મંત્રીને ધુળેટીના પર્વે સપડા ગામમાં રાત્રે જ પૂર્વ સરપંચ અને સ્થાનિકોનો વિરોધ થતાં તેઓને સમજાવવા પડ્યા હતા. આ ઘટનાને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં જામનગરના ખીજડીયા પાસે સુજલામ સુફલામ યોજનાના કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલને ફરી એકવાર સ્થાનિક મહિલાઓ દ્વારા સ્ટેજ નજીક પહોંચી પ્રશ્નોની છડી વરસાવતા આક્રોશ સાથે ફરી એકવાર મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

    જામનગરમાં કેબિનેટ કૃષિ મંત્રી ધુળેટીના દિવસે જિલ્લાના અનેક ગામોની મુલાકાતે નીકળ્યા હતા સવારથી જ શરૂ થયેલી કૃષિ મંત્રીની યાત્રા મોડી રાત્રે જામનગરના સપડા ગામે પહોંચી જ્યાં સન્માન સમારોહ દરમિયાન પૂર્વ સરપંચે સ્ટેજ નજીક દોડી જઈ પોતાના કામો ન થતા જે વખતે અગાઉ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસે તેઓ ગયા હતા ત્યારે અપમાન પણ સહન કર્યું હતું

    આ પણ વાંચો-હવામાન વિભાગની આગાહી પ્રમાણે લૂથી મળશે રાહત, તાપમાન 2થી 4 ડીગ્રી ઘટવાની સંભાવના

    જેથી ગામમાંથી ચાલ્યા જવા કૃષિ મંત્રીને જાહેરમાં જીભાજોડી કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. વિરોધ વંટોળ વચ્ચે કૃષિ મંત્રીએ પણ તેઓને સમજાવ્યા હતા કે, અનેક એવા કામો હોય છે કે જે અન્ય ખાતાના હોય છે જેથી આવા કામો થતા થોડી વાર લાગે છે અથવા તો સમય લાગતો હોય છે. ખૂબ લાંબી મથામણ ચાલ્યા બાદ રાત્રે મોડે મોડે મામલો સમ્યો હતો.

    સપડા ગામમાં કૃષિ મંત્રીના વિરોધને 24 કલાક નથી થયા ત્યાં જામનગરના ખીજડીયા નજીક સુજલામ સુફલામ યોજનાના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓના વિરોધનો ફરી એકવાર સામનો કરવો પડ્યો છે. ખીજડીયા પાસે મહિલાઓએ સુજલામ સુફલામ યોજનાના કામ અંતર્ગત નીકળતી માટીને લઈને કોઈ લોકો ચાવ ન કરી જાય તે માટે જાહેરમાં કૃષિ મંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી. અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

    જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે વખત વિરોધનો સામનો કરનાર કૃષિ મંત્રીએ પણ કહ્યું હતું કે, લોકોની આશા અપેક્ષાઓ હોય છે પરંતુ અમારી પણ મર્યાદા હોય છે. અનેક એવા કામો હોય છે કે જે સરકારના અન્ય વિભાગના હોય છે જે કામ થતા થોડો સમય લાગતો હોય છે પરંતુ લોકોની ધીરજ ખૂટતી હોય છે. અને ક્યારેક કોઈ લોકો ગેરમાર્ગે દોરાઈ આ રીતે વિરોધ કરતા હોય છે પરંતુ તેઓને પણ ન્યાય આપવાનો કોશિશ કરીશ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Agriculture minister Raghavji Patel, Jamnagar News, Jamnagar Public

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन