જામનગરઃ આજે ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે મકરસંક્રાતનો તહેવાર, નાના ભૂલકાઓથી લઇને મોટેરાઓ આજના દિવસે ધાબા પર જઇને પતંગ ચગાવશે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પોતાના માદરે વતન ધ્રોલ ખાતે પરિવાર સાથે પતંગ ચગાવી હતી, સાથે જ રાઘવજી પટેલે બાળપણમાં લાડુ, પોક ખાવા અને ખવડાવવાની યાદો વગોળી હતી, ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની પરંપરા હોય છે. તો પતંગ ચગાવવાની સાથે સાથે ગુજરાતીઓ જલેબી-ફાફડા, મમરાના લાડુ, ચીકી અને સ્વાદિષ્ટ ઉંધિયાની વાનગી આરોગવાનું પણ પસંદ કરે છે.