મરચાની ભૂકી નાખી આંગડીયા કર્મચારીને લૂંટી લેવાયો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મરચાની ભૂકી નાખી આંગડીયા કર્મચારીને લૂંટી લેવાયો
જામનગરઃ જામનગરમાં આંગડીયા કર્મી પર મરચાની ભૂકી નાખીને મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો રૂ.1.70લાખની લૂંટ કરી બાઇક પર નાશી છુટ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી શોધખોળ હાથ ધરી છે.

જામનગરઃ જામનગરમાં આંગડીયા કર્મી પર મરચાની ભૂકી નાખીને મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો રૂ.1.70લાખની લૂંટ કરી બાઇક પર નાશી છુટ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી શોધખોળ હાથ ધરી છે.

  • Share this:
જામનગરઃ જામનગરમાં આંગડીયા કર્મી પર મરચાની ભૂકી નાખીને મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો રૂ.1.70લાખની લૂંટ કરી બાઇક પર નાશી છુટ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતાં નાકાબંધી ગોઠવી શોધખોળ હાથ ધરી છે. જામનગર  સીટી બી પોલીસ બી ડીવીઝન  વિસ્તારમાં લુંટનો બનાવ બન્યો છે. મહેન્દ્ર સોમભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી પરેશ દ્વારકાથી ટ્રેનમાં જામનગર રેલ્વે સ્ટેશન ઉતર્યો હતો. ત્યાંથી લ્યુના ઉપર તેના મામા સાથે ઓફીસે જતો હતો. ત્યારે મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સોએ પરેશ પર મરચાની ભૂકી છાટી  હતી. પછી આ અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથમાંથી રૂ.1.70લાખ ભરેલો કાળો થેલો લૂંટી લીધો હતો. અને બાઈક નં. જીજે  ૧૦ -૦૪૨૭ પર ત્રણ શખ્સો નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. આસપાસના સીસીટીવી કેમેરાઓમાં આ શખ્સોની ઓળખ માટે તપાસ હાથ ધરી હોવાનું પી આઈ  પરમારે જણાવ્યું હતું.
First published: June 30, 2015
વધુ વાંચો
अगली ख़बर