શાળાઓ શરુ થયા બાદ જામનગરમાં ધો.12ની વિદ્યાર્થિની થઈ corona સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

શાળાઓ શરુ થયા બાદ જામનગરમાં ધો.12ની વિદ્યાર્થિની થઈ corona સંક્રમિત, વાલીઓમાં ફફડાટ
પ્રતિકાત્મક તસવીર

બાળકી શાળાએ ગઈ નથી છતાં એક જ કેમ્પસ હોવાથી શિક્ષણ કાર્ય એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવ્યું છે.

 • Share this:
  કિંજલ કારસરીયા, જામનગર: કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. જોકે, મહિનાઓ બાદ 11મી જાન્યુઆરીથી ગુજરાતની શાળોઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા લાગ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓને કોરોના થવાનો ભય વાલીઓમાં જોવા મળે છે. શાળાઓ શરૂ થયા બાદ જામનગરમાં ધોરણ 12ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

  મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જોડિયાના હુન્નર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 12ની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભરાટ મચી ગયો હતો. જોકે, જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા હુન્નર શાળાનું શિક્ષણ કાર્ય એક સપ્તાહ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે.  શાળા શરુ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ ચિંતાતૂર બન્યા છે. જામનગરના ડીઈઓ ડોડિયાના જણાવ્યા પ્રમાણે બાળકી શાળાએ ગઈ નથી છતાં એક જ કેમ્પસ હોવાથી શિક્ષણ કાર્ય એક સપ્તાહ માટે બંધ રાખવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-

  હોસ્ટેલમાં પ્રવેશ પૂર્વે જ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવતા શાળા-હોસ્ટેલ બંધ રાખવા આદેશ કરાયો છે. આમ બાળકોને શાળા એ મુકવા કે કેમ? વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે શાળા શરૂ થતાં જ વાલીઓમાં ચિંતા ફેલાયેલી રહી છે. કોરોના વાયરસના કારણે વિદ્યાર્થીઓના માથે પણ ખતરો તોરાઈ રહ્યો હોવાનું વાલીઓ માની રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી પ્રમાણે ઉ.મા.પ્ર.પરીક્ષા (ધોરણ 12) વિજ્ઞાન પ્રવાહની મેં-2021માં યોજાનાર પરીક્ષામાં નોંધાયેલી વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) અને જીવ વિજ્ઞાન (057) વિષયની પ્રાયોગિક પરીક્ષા તારીખી 30/03/2021થી જિલ્લાના નિયત થયેલા વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ દ્વારા લેવાશે.
  Published by:ankit patel
  First published:January 13, 2021, 17:39 pm