Home /News /kutchh-saurastra /

જામનગર: પોલીસ આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ધરણા

જામનગર: પોલીસ આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ધરણા

જામનગરમાં

જામનગરમાં આમ આદમી પાર્ટીના દેખાવો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ આંદોલને વેગ પકડી છે. હવે રાજકીય પક્ષો પણ પોલીસના સમર્થનમાં ધરણા અને આવેદન આપી આંદોલન કરી રહ્યા છ

    જામનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ આંદોલને વેગ પકડી છે. હવે રાજકીય પક્ષો પણ પોલીસના સમર્થનમાં ધરણા અને આવેદન આપી આંદોલન કરી રહ્યા છે. જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા લાલ બંગલા પાસે પોલીસના સમર્થનમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેઓએ નારા લગાવ્યા હતા.

    જામનગરના લાલ બંગલા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓએ ગુજરાત પોલીસ જિંદાબાદ, ગુજરાત પોલીસને ટાર્ગેટ આપવાનું બંધ કરો, અને ગાંધીનગર ખાતે ધરણા કરનાર પોલીસકાર્મી હાર્દિક પંડ્યા તુમ આગે બઢો ham તુમ્હારે સાથ હે. જેવા નારા લગાવ્યા હતા.

    સાથે જ આમ આદમી પાર્ટીના નેતા પ્રકાશ દોંગાએ જણાવ્યું કે ગુજરાત પોલીસનો સૌથી ઓછો પગાર છે. પોલીસકર્મીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવે. સાથે જ એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આ બાબતે ગુજરાત સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    First published:

    Tags: AAP Gujarat, Gujarati News News, Jamnagar News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन